Aapnu Gujarat
ગુજરાત

નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની મુલાકાત લઇ ઝાંખી નિહાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજિયા ડુંગર પર ૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. ભુજમાં ભવ્ય રોડ શૉ યોજ્યા બાદ પીએમ મોદીએ સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું હતુ. આ પ્રસંગે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા. લોકાર્પણ બાદ તેમણે સ્મૃતિવનની મુલાકાત લીધી. જેમાં તેમણે મેમોરિયલ અને મ્યુઝિયમ અને સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ મ્યુઝિયમ અને મેમોરિયલ વિશેની માહિતી મેળવી હતી.
વડાપ્રધાને સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કરી તેની મુલાકાત લીધી હતી. ૧૭૫ એકરમાં વિકસિત ભૂજિયા ડુંગર પરના સ્મૃતિવન મેમોરીયલમાં વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર ૧૨ હજાર ૯૩૨ સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ ૧ હજાર ૨૦ નેમ પ્લેટો, તેમની યાદમાં ૩ લાખથી વધુ વૃક્ષો અને ૧૦.કિ.મી.નો પાથ વે તેમજ ૫૦ ચેકડેમ, ૩ એમીનીટીઝ બ્લોક, અર્થક્વેક મ્યુઝિયમ, ૧૫ કિ.મી.નો ફોર્ટ વોલ, ૧ મેગાવૉટ સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડનું સ્મૃતિવન મેમોરીયલ ભૂકંપમાં જીવ ગુમાવનારા આપણા પરિજનોની સ્મૃતિરૂપે બનાવાયુ છે, સાથે સાયન્સ સેન્ટર પણ બનાવાયુ છે. જેની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી.
સ્મૃતિવન એ કોઇ સામાન્ય પર્યટન સ્થળ નથી. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની ઇચ્છા હતી કે દરેક ભોગ બનેલા નાગરિકની યાદમાં એક વૃક્ષ વાવવામાં આવે જે પુનર્જન્મ, પુનર્નિમાણ અને આશાનું પ્રતીક છે. અહીં વૃક્ષ રોપવા એ એક પડકારજનક કાર્ય હતું. જંગલમાં વૃક્ષોનો ઉછેર આપમેળે થાય છે જ્યારે અહીં ભુજના વાતાવરણ અને વારંવાર નિર્માણ થતી દુષ્કાળની પરિસ્થિતિના લીધે વૃક્ષોનો ઉછેર કરવો મુશ્કેલ કાર્ય હતું. આ સ્થિતિમાં પાણીનું એક એક ટીપુ બચાવી જળસંચય થાય તે જરૂરી બન્યું હતું. તેથી ગેબિયન દિવાલોની મદદથી જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું જેનાતી ડુંગર પરથી વહી જતુ પાણી તેમાં એકત્ર થાય અને જમીનની અંદર જતું રહે. આ રીતે જમીનનું ધોવાણ પણ બચાવવામાં આવ્યું હતું. કુદરત સામે પડવાની જગ્યાએ, અહીં કુદરતની ઉર્જાના સહારે કામ પાર પાડવામાં આવ્યું હતું.
સ્મૃતિ વનના સ્મારક ભાગની રચના કરનાર પ્રખ્યાત આર્કિટેક્ટ બી.વી.દોશી કહે છે કે, “જ્યારે સાચા દિલથી તમે અમર આત્માઓને શ્રધ્ધાંજલી આપો તો રણ જેવા વિસ્તારમાં પણ હરીયાળી છવાઈ જાય છે.”સ્મૃતિવનના એક છેડે સન પોઇન્ટ છે અને બીજે છેડે મ્યૂઝિયમ છે અને તેની વચ્ચે જળાશયો આવેલા છે. દિલ્હીના જંતર મંતરની જેમ જ ,સન પોઇન્ટ એ ચંદ્રની કળાઓ અને ચંદ્ર સૌર તિથિપત્રને તેના વૈજ્ઞાનિક મહત્વ સાથે દર્શાવે છે. મ્યૂઝિયમમાં ભૂકંપનો અનુભવ લેવા માટે એક ધ્રુજતું થિયેટર છે જે મુલાકાતીઓ માટે અનેરૂ આકર્ષણ બની રહેશે.

Related posts

પાટડીના વડગામમાં ૧૯ વર્ષીય યુવકની હથિયારના ઘા ઝીંકી હત્યા

aapnugujarat

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

aapnugujarat

૨૦૨૨ સુધીમાં મેલેરીયા મુકત ગુજરાત હેઠળ વડોદરા જિલ્‍લામાં અભિયાન હાથ ધરાશે : કલેકટર પી.ભારતી 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1