Aapnu Gujarat
ગુજરાત

૨૦૨૨ સુધીમાં મેલેરીયા મુકત ગુજરાત હેઠળ વડોદરા જિલ્‍લામાં અભિયાન હાથ ધરાશે : કલેકટર પી.ભારતી 

જિલ્‍લા કલેકટર પી.ભારતી એ યોજનાઓ તેમજ વિકાસ આયોજનોના અમલીકરણમાં ભૌતિક સિધ્‍ધીઓની સાથે માનવ વિકાસના માપદંડો પરિપૂર્ણ થાય તેની જહેમત ઉઠાવવા અને ખાત્રી મેળવવા જિલ્‍લા પ્રશાસનને અનુરોધ કર્યો છે. તેમના અધ્‍યક્ષપદે મળેલી જિલ્‍લા સંકલન સમિતિની બેઠકમાં સાંસદશ્રી તેમજ ધારાસભ્‍યશ્રીઓએ લોકપ્રશ્નોનીની રજૂઆતો કરી હતી. જેના નિરાકરણનું તેમણે માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે ખાસ કરીને આગામી ચોમાસાને અનુલક્ષીને સિંચાઇ, વનવિભાગ, મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓ સહિત તમામ સંબંધિત વિભાગો ચોમાસું આપત્તિઓના નિવારણ અને પહોંચી વળવાની સુસજ્જતા કેળવે તથા પ્રિમોન્‍સુન મેનેટેનન્‍સ ની જરૂરી તમામ કામગીરીઓ સુચારૂં તરીકાથી પૂર્ણ કરે એવી સૂચના આપી હતી.

તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળના ગામોને તમામ વિભાગ તેમના આયોજનોનો લાભ આપવાની બાબત સુનિશ્‍ચિત કરે અને વિકાસ આયોજનોનું શીધ્ર અને ગુણવત્તાસભર અમલીકરણ કરે તેવી તાકીદ કરી હતી.

જિલ્‍લા કલેકટરશ્રીએ જિલ્‍લાના તમામ ગામોના સર્વપાસીય વિકાસ તેમજ તમામ ગામો સુધી યોજનાકીય માહિતીઓ પહોંચાડવા અને યોજનાકીય લાભો સુનિશ્‍ચિત કરવા ૬૪ કલસ્‍ટરમાં ગાર્ડિયન ઓફિસર્સ પાલક અધિકારીની વ્‍યવસ્‍થા અમલમાં મૂકવાની રૂપરેખા આપી હતી. આ ઉપરાંત સીએમ ડેસ્‍ક બોર્ડ હેઠળની ૧૪ મુદ્દાઓની વિકાસલક્ષી અગ્રતાઓના અમલીકરણનું સતત મોનીટરીંગ કરવા અને જિલ્‍લાને અગ્રસ્‍થાને પહોંચાડવાની વ્‍યુહ રચનાનો વિચારવિમર્શ કર્યો હતો.

પ્રધાનમંત્રીશ્રીની ડીઝીટલ લોકર યોજનાનું પ્રેઝન્‍ટેશન બેઠકમાં રજૂ કરવામાં આવ્‍યું હતું. દરેક વ્‍યકિતના દસ્‍તાવેજોને ભારત સરકારના આ આયોજન હેઠળ સુનિશ્‍ચિત કરવાની જોગવાઇ છે. તમામ ખાતાધિકારીઓ પોતાનું અને કર્મચારીઓનું ડીઝીટલ લોકર ઓપન કરીને શરૂઆત કરે તથા વડોદરા જિલ્‍લામાં લોકસહભાગીદારી દ્વારા મહત્તમ સંખ્‍યામાં લોકો તેની સાથે જોડાય એ માટેના પ્રયત્‍નો કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

૨૦૨૨ સુધીમાં મેલેરીયા મુકત ગુજરાતના એકશન પ્‍લાન હેઠળ વડોદરા જિલ્‍લામાં કરવાની કામગીરીની વ્‍યુહરચનાની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

૨૧મી જુન,૨૦૧૭ના રોજ વિશ્‍વયોગ દિવસની શહેર-જિલ્‍લામાં શાનદાર ઉજવણી થાય તે માટે શિક્ષણ, રમતગમત વિભાગ દ્વારા અત્‍યારથી જ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાની તેમણે સુચના આપી હતી.

જિલ્‍લા કલેકટરશ્રીએ તમામ ગામોમાં આધારકાર્ડસ તેમજ મળવાપાત્ર તમામ લોકોના મા અમૃતમ, મા વાત્‍સલ્‍ય યોજનાઓના કાર્ડસ બને, વિધવા વૃધ્‍ધ સહાય યોજનાઓનો પાત્રતા ધરાવતા તમામ લોકોને લાભ મળે અને સેવાસેતુ હેઠળ ગુણાત્‍મક કામગીરી થાય તેના પર ભાર મૂકયો હતો.

બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી ર્ડા. સૌરભ પારઘીએ માર્ગદર્શન આપ્‍યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્‍યશ્રીઓ સર્વશ્રી સતિષભાઇ પટેલ, બાલકૃષ્‍ણ પટેલ, મધુભાઇ શ્રીવાસ્‍તવ તથા કેતન ઇનામદારે લોક સમસ્‍યાઓની રજુઆતો કરી હતી. જિલ્‍લા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોને નિરાકરણની સુનિશ્‍ચિત કામગીરી કરવાની તાકીદ કરી હતી.

Related posts

૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઈ જશે મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય

aapnugujarat

મેટ્રો પ્રોજેકટ માટે નવજીવન પ્રેસ પાસે ૪૦૦ વૃક્ષો કપાયા

aapnugujarat

દેશમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડનો સર્વાધિક ઉપયોગ ભારતના આર્થિક વિકાસ માટે અવસર અને પડકાર બંને છે : મનસુખ માંડવિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1