Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા

દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૮ જુલાઈએ થવાની છે પરંતુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પર તમામની નજર હતી. આ દરમિયાન વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાયા છે. યશવંત સિન્હા ૨૭ જૂને સવારે ૧૧ઃ૩૦ વાગે નોમિનેશન દાખલ કરશે. મંગળવારે વિપક્ષની બેઠકમાં ટીએમસીએ યશવંત સિન્હાનુ નામ આગળ વધાર્યુ, જેને વિપક્ષના ૧૯ દળોનુ સમર્થન મળ્યુ.
દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ૧૮ જુલાઈએ થવાની છે, પરંતુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પર તમામની નજર છે. દરમિયાન વિપક્ષ તરફથી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાયા છે. યશવંત સિન્હાએ આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણી માટે વિપક્ષની બેઠકમાં હાજરી આપી.
તૃણમુલ કોંગ્રેસના નેતા યશવંત સિન્હાએ મંગળવારે પાર્ટી છોડવાનુ એલાન કરતા કહ્યુ કે હવે તેઓ વિપક્ષી એકતાના વ્યાપક રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે કામ કરશે. અમુક દિવસથી એવી અટકળો લગાવાઈ રહી હતી કે તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પૂર્વ કેન્દ્રીય મંત્રી સિન્હાનુ નામ આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષી ઉમેદવાર તરીકે રજૂ કરશે.
યશવંત સિન્હાએ ટ્‌વીટ કરી કે, મમતા જી એ જે સન્માન મને તૃણમુલ કોંગ્રેસમાં આપ્યુ, હુ તે માટે તેમનો આભારી છુ. હવે સમય આવી ગયો છે જ્યારે વિપક્ષી એકતાના વ્યાપક રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે મારે પાર્ટીમાંથી અલગ થવુ જોઈએ. મને વિશ્વાસ છે કે મમતા બેનર્જી આની અનુમતિ આપશે. આ સાથે જ તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.
ટીએમસીએ આજે થયેલી વિપક્ષની બેઠકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર તરીકે યશવંત સિન્હાના નામનો પ્રસ્તાવ મૂક્યો. જેમાં ૧૯ પક્ષોએ સંમતિ વ્યક્ત કરી. મળતી માહિતી પ્રમાણે તૃણમુલ કોંગ્રેસના ટોચના નેતાઓએ પણ આ મુદ્દે ચર્ચા કર્યા બાદ સિન્હાના પ્રસ્તાવ પર સંમતિ વ્યક્ત કરી હતી. યશવંત સિન્હાએ બેઠક પહેલા એક ટ્‌વીટ કરીને મોટા રાષ્ટ્રીય કારણો માટે પાર્ટીના કાર્યથી દૂર થવાની જાહેરાત કરી છે.
શરદ પવાર, ફારુખ અબ્દુલ્લા અને ગોપાલ કૃષ્ણ ગાંધી વિપક્ષની ઓફર ઠુકરાવી ચૂક્યા છે. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીએ સોમવારે જ વિપક્ષના નેતાઓને રાષ્ટ્રપતિ પદ માટે તેમનુ નામ સૂચવ્યા મુદ્દે આભાર વ્યક્ત કરતા ચૂંટણી ન લડવાની ઈચ્છા વર્તાવી હતી. દરમિયાન હવે વિપક્ષ યશવંત સિન્હાને મેદાનમાં ઉતારી શકે છે.
યશવંત સિન્હાએ પણ ટ્‌વીટ કરીને આ અટકળોને હવા આપી છે. યશવંત સિન્હા ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા હતા

Related posts

Now, a different kind of stimulus for Railways to augment income!

aapnugujarat

कर्नाटक कांग्रेस के बागी विधायक नए सिरे से सौंपेंगे इस्तीफा

aapnugujarat

अर्थव्यवस्था को ठीक करने ठोस नीति की जरूरत : राहुल गांधी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1