Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઈડીની પુછપરછમાં રાહુલ ગાંધી ઘણા સવાલોના જવાબ ન આપી શક્યા

રાહુલ ગાંધીની પૂછપરછ માટે ઈડીએ લાંબી લચક સવાલોની યાદી તૈયાર કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી ઈડી દ્વારા પૂછાયેલા અનેક પ્રશ્નોના જવાબ ટાળતા જોવા મળ્યા. પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીએ ઈડીના અધિકારીઓને કહ્યું કે અહીં શું ફક્ત કોંગ્રેસના નેતાઓની પૂછપરછ થાય છે કે પછી અન્ય કોઈને પણ અહીં બોલાવવામાં આવે છે? જો કે પૂછપરછ કરનારા અધિકારીોએ તેમના આ પ્રકારના કોઈ પણ સવાલનો જવાબ આપ્યો નહતો. આ ઉપરાંત રાહુલ ગાંધીને રસ્તા પર ભલે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ વીઆઈપી ટ્રિટમેન્ટ આપી હોય પરંતુ ઈડીની ઓફિસમાં તો તેમને કોઈ વીઆઈપી ટ્રિટમેન્ટ મળી નહીં. જે પ્રકારે ભ્રષ્ટાચારના અન્ય કેસોમાં આરોપીઓની પૂછપરછ થાય છે તે જ રીતે રાહુલ ગાંધીની પણ પૂછપરછ થઈ. કદાચ રાહુલ ગાંધીને આ વાત જ પસંદ નહીં પડી હોય. આ પૂછપરછમાં રાહુલ ગાંધીને ૫૦થી વધુ સવાલો પૂછાયા. ઈડીના અધિકારીઓએ રાહુલ ગાંધીને તેમના નામ, પરિવાર, એડ્રસ અને કામ વિશે પૂછ્યું…તેમને પૂછાયું કે… યંગ ઈન્ડિયા નામની કંપનીમાં તેઓ કેટલા ટકાના ભાગીદાર છે. આ એક નોન પ્રોફિટ કંપની હતી તો તેની પાસે આટલા બધા પૈસા ક્યાથી આવ્યા. શું આ કંપની છજર્જષ્ઠૈટ્ઠીંઙ્ઘ ર્ત્નેહિટ્ઠઙ્મજ ન્ૈદ્બૈીંઙ્ઘ એટલે કે છત્નન્ નામની અન્ય કંપનીના અધિગ્રહણ માટે બનાવવામાં આવી હતી. છત્નન્ ની બે હજાર કરોડની સંપત્તિની દેખભાળ હાલ કોણ કરે છે. રાહુલ ગાંધીને એમ પૂછવામાં આવ્યું કે સામ પિત્રોડા અને સુમન દુબે સાથે શું સંબંધ છે અને કેવી રીતે આ કંપની તેમની પાસે આવી? આ સમગ્ર મામલો છત્નન્ ની સંપત્તિઓ અને ૯૦ કરોડની એક લોન સંલગ્ન છે. ઈડી આજે સવાલોની નવી યાદી સાથે પૂછપરછ કરશે અને રાહુલ ગાંધી માટે દરેક સવાલનો જવાબ આપવો અને ઈડીને સંતુષ્ટ કરવી પણ સરળ નહીં રહે.નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ સોમવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી. આજે રાહુલ ગાંધી ફરી ઈડીના સવાલોના જવાબ આપશે. રાહુલની આજે સતત બીજીવાર પેશી છે. આ અગાઉ સોમવારે ઈડી ઓફિસમાં તેમની લગભગ સાડા આઠ કલાક પૂછપરછ થઈ હતી.

Related posts

મહાગઠબંધનમાં જોડાવવા આમ આદમી પાર્ટીનો ઇન્કાર

aapnugujarat

करतारपुर कॉरिडोर को लेकर पीछे नहीं हट सकता पाक. : कैप्टन अमरिंदर सिंह

aapnugujarat

‘છમ્મક છલ્લો’શબ્દનો ઉપયોગ મહિલાનું અપમાન સમાન : કોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1