Aapnu Gujarat
રાષ્ટ્રીય

હરિયાણાના જિંદ જિલ્લામાં અકસ્માત : ૬ લોકોના મોત

હરિયાણાના જિંદ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ૬ લોકોના મોત થયા છે. આ અકસ્માત જિંદ કૈથલ માર્ગ પર કંડેલા ગામ પાસે થયો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે મૃતક પરિવાર હરિદ્વારથી પરત ફરી રહ્યા હતા. પરિવારના કોઇ સભ્યના મોત પછી હરિદ્વારમાં અસ્થિ વિસર્જિત કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. પરત ફરતી વખતે ટ્રક અને પીકઅપ ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના ૬ લોકોના મોત થયા છે. બધા મૃતકો હિસારના નારનૌદના રહેવાસી બતાવવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પીજીઆઈ રેફર કરવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે હિસાર જિલ્લાના નારનૌદ ગામના પ્યારેલાલના મોત પછી તેના પરિવારના ૨૩ લોકો હરિદ્વારમાં અસ્થિયોનું વિસર્જન કરવા ગયા હતા. મંગળવારે સવારે બધા લોકો પીકઅપ ગાડીથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જિંદ કૈથલ માર્ગ પર કંડેલા ગામ પાસે પૂરઝડપે આવી રહેલા ટ્રકે પીકઅપ ગાડીને ટક્કર મારી હતી. જેમાં ૬ લોકોના મોત થયા હતા. ઘટનામાં ૧૭ અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માત કરનાર ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે. પોલીસે ટ્‌ર્ક ચાલક સામે કેસ નોંધીને તપાસ શરુ કરી છે. કર્ણાટકના ધારવાડમાં શુક્રવારે રાત્રે માર્ગ અકસ્માતમાં ૭ લોકોના મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. ધારવાડના નિગડી વિસ્તારમાં વાહન ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે ૭ લોકોના મોત થયા હતા. વધારે સ્પીડના કારણે ક્રૂઝર કારના ચાલકે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું. પરિણામે ક્રુઝર ઝાડ સાથે અથડાઇ હતી. આ કારમાં સવાર સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત અંગે વધુ જાણકારી મુજબ વાહનમાં ૨૧ લોકો સવાર હતા. આ લોકો લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે બાંકાકાટ્ટી જઈ રહ્યા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ બાબતે પોલીસે જણાવ્યું હતું કે તેઓએ આઈપીસીની કલમ ૩૦૪ એ (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Related posts

ભારતીય સીમાની સુરક્ષા મામલે સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

aapnugujarat

ભારતમાં પઠાણકોટ જેવા હુમલા કરાવી શકે છે હાફિઝ સઇદ, બોર્ડર પર હાઇ-એલર્ટ

aapnugujarat

બિહારમાં જાતિગત વસ્તી ગણતરી વિના કોઇ અન્ય વસ્તી ગણતરી થવા દઇશું નહીં : તેજસ્વી યાદવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1