Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારમાં જાતિગત વસ્તી ગણતરી વિના કોઇ અન્ય વસ્તી ગણતરી થવા દઇશું નહીં : તેજસ્વી યાદવ

બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે ટ્‌વીટ કરી ભાજપ પર જાતિગત વસ્તી ગણતરી નહીં કરાવવાને લઇ જાેરદાર હુમલો કર્યો છે.તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે ભાજપ સામાજિક ન્યાય વિરોધી પાર્ટી છે અને બિહાર વિધાનસભાથી જાતિગત વસ્તી ગણતરી કરવાનો પ્રસ્તાવ બેવાર સર્વસમ્મતિથી પસાર થઇ ચુકયો છે આમ છતાં ભાજપ બિહારમાં જાતિગત વસ્તી ગણતરી કરાવી રહી નથી
તેજસ્વીએ ખાસ કરીને કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાય પર પ્રહારો કર્યા તેજસ્વી યાદવે કહ્યું કે નિત્યાનંદ રાયે પત્ર લખી એ વાતની માહિતી આપી છે કે બિહારમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવામાં આવશે નહીં તેને લઇ તેજસ્વી યાદવે ધમકી આપી છે કે જાે બિહારમાં જાતિગત વસ્તી ગણતરી થશે નહીં તો ભવિષ્યમાં અહીં કોઇ પણ પ્રકારની વસ્તી ગણતરી રાજદ થવા દેશે નહીં
ભાજર ધોર સામાજિક ન્યાય વિરોધી પાર્ટી છે બિહાર વિધાનસભાથી જાતિગત વસ્તી ગણતરી કરાવવાના અમારા પ્રસ્તાવ બેવાર સર્વસમ્મતિથી પસાર થઇ ચુકયા છે પરંતુ ભાજપ અને કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી શ્રી રાયે લેખિતમાં જાતિગત વસ્તીગણતરી કરાવવાનો ઇન્કાર કરી દીધો છે.
તેજસ્વી યાદવની આ ધમકી બાદ ભાજપે તેમના પર પલટવાર કર્યો અને કહ્યું કે જયારે પણ લાલુ પરિવારમાં પારિવારિક સંકટ કે સંકટની સ્થિતિ આવે છે તો તે જુમલા તરીકે જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવે છે ભાજપના પ્રવકતા નિખિલાનંદે તેજસ્વી યાદવ પર પલટવાર કરતા કહ્યું કે ૨૦૧૧માં યુપીએના શાસનકાળ દરમિયાન કરાવવામાં આવેલ જાતિગત વસ્તી ગણતરી એક કૌભાંડ સાબિત થયું.નિખિલ આનંદે સવાલ પુછયો કે ૨૦૧૧માં કરવામાં આવેલી જાતિગત વસ્તી ગણતરીના આંકડા આખરે યુપીએ સરકારે જારી કેમ કર્યા નહીં.
તેમણે કહ્યું કે જાતિગત વસ્તી ગણતરી કરાવવામાં સરકારને કોઇ મુશ્કેલી નથી પરંતુ રાજદ જાે જાતિગત વસ્તીગણતરીના નામ પર રાજનીતિ કરે છે તો આ દુર્ભાગ્યપૂર્ણ છે વસ્તી ગણતરીતી અલગ જાતિગત વસ્તી ગણતરી કરાવવામાં ૫ હજાર કરોડ ખર્ચ થયા હતાં પરંતુ જાતિગત વસ્તી ગણતરીના આંકડા સામે આવ્યા નહીં આ એક કૌભાંડ છે જેની કેન્દ્ર સરકારે તપાસ કરાવવી જાેઇએ

Related posts

शाह की रजामंदी के बाद 8 या 9 अगस्त को हो सकता येदियुरप्पा कैबिनेट का विस्तार

aapnugujarat

મહારાષ્ટ્રમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓને આજીવન કેદ થશે

aapnugujarat

राष्ट्रपति चुनाव में कांग्रेस को अपनों पर नहीं भरोसा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1