Aapnu Gujarat
મનોરંજન

કાર્તિક આર્યને સારા અલી ખાન સાથેના રિલેશન અંગે મૌન તોડ્યુ

બોલિવુડ સિતારાઓ વચ્ચે હંમેશાં કંઈકને કંઈક રંધાતું જ હોય છે. ત્યારે હાલ સારા અલી ખાન અને કાર્તિક આર્યન ચર્ચામાં છે. બન્ને વચ્ચે ઈલુ ઈલુના સમાચાર વહેતા થયા છે, ત્યારે કાર્તિક આર્યને જાતે આ મુદ્દા પર મૌન તોડીને એક નિવેદન આપ્યું છે. કાર્તિક આર્યનની બોલિવુડના ચાર્મિંગ અને ટેલેન્ટેડ સિતારાઓમાં ગણતરી થાય છે. યંગસ્ટર્સની વચ્ચે તેણી લોકપ્રિયતા ખુબ જ છે. ઘણી અભિનેત્રીઓ સાથે કાર્તિક આર્યનનું નામ જાેડાઈ ચૂક્યું છે. એક સમય તે સારા અલી ખાનની સાથે રિલેશનમાં હોવાના અહેવાલો ચર્ચામાં હતા. બીજી બાજુ બન્ને જણાંએ પોતાના રિલેશન વિશે ક્યારેય ખૂલીને પોતાની વાત જણાવી નથી.
સારા અલી ખાન અને કાર્તિક આર્યેને વર્ષ ૨૦૨૦માં ફિલ્મ ‘લવ આજ કલ ૨’માં કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેના ડેટિંગના ઘણા સમાચાર આવ્યા હતા. જાે કે, આ દરમિયાન બંનેએ ન તો તેમના સંબંધોને સ્વીકાર્યા કે ન તો નકારી કાઢ્યા. રિપોર્ટ્‌સ અનુસાર આ ફિલ્મ રિલીઝ થયા બાદ બંને અલગ થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ પર પણ એકબીજાને અનફોલો કરી દીધા છે. એવું પણ કહેવાય છે કે કાર્તિક અને સારાના સંબંધોના સમાચાર એ ફિલ્મ માટે પ્રમોશનલ ગિમિક છે. હવે કાર્તિકે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન કાર્તિક આર્યને જવાબ આપતા કહ્યું કે એવું બિલકુલ નથી. કોઈ પ્રમોશન ન હતું. હું તમને કેવી રીતે સમજાવું? હું કહેવા માંગુ છું કે આપણે પણ માણસ છીએ. બધું પ્રમોશન નથી. હું આ વિષય પર એટલું જ કહેવા માંગુ છું. થોડા સમય પહેલા કાર્તિક અને સારા એક ઈવેન્ટમાં સાથે જાેવા મળ્યા હતા. બંને સાથે વાત કરતા જાેવા મળ્યા હતા. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ હતી.
જાણીતું છે કે કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં સારા અલી ખાને કહ્યું હતું કે તેમનો કાર્તિક આર્યન પર ક્રશ છે. સારાના આ નિવેદન બાદ ઈંજીટ્ઠિંૈા પણ ખૂબ ફેમસ થઈ ગયો. આ પછી કાર્તિક અને સારાએ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’માં સાથે કામ કર્યું હતું, જે વર્ષ ૨૦૨૦માં રિલીઝ થઈ હતી. જાેકે આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી. જણાવી દઈએ કે કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ આજે એટલે કે ૨૦ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ સિવાય કાર્તિક આર્યન ‘કેપ્ટન ઈન્ડિયા’, ‘શહેજાદા’માં જાેવા મળશે. બીજી તરફ, સારા અલી ખાને તાજેતરમાં વિકી કૌશલ સાથે એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

Related posts

રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાને લઇ ઉત્સુક

aapnugujarat

હવેના ન્યૂડ સીન પર લોકો શું કહેશે : Mallika Sheravat

editor

મારા ૪૦થી ૫૦ હજાર ફોલોઅર્સ ઓછા થઇ રહ્યા છે : કંગના

editor

Leave a Comment

UA-96247877-1