Aapnu Gujarat
ટેકનોલોજી

આઇપીએલના મીડિયા રાઇટ્‌સ ખરીદવાની રેસમાં ગુગલ પણ સામેલ

ગૂગલે ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ અધિકારો ખરીદવામાં રસ દાખવ્યો છે.આઇપીેલની આ સિઝન પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પ્રસારણ અધિકારોની હરાજી કરશે. એમેઝોન અને ડિઝની બાદ હવે ગૂગલ પણ આ રેસમાં જાેડાઈ ગયું છે. કુલ મળીને અડધો ડઝન કંપનીઓએ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજાે મેળવ્યા છે.આઇપીએલએ વિશ્વની ત્રીજી સૌથી વધુ જાેવાયેલી રમતોત્સવ છે. બીસીસીઆઇ આ વર્ષે ૨૦૨૩ થી ૨૦૨૭ સુધીના આઇપીએલના પ્રસારણ અધિકારોની હરાજી કરશે. હાલમાં આઈપીએલના પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્‌સ નેટવર્ક પાસે છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, “અમેરિકન ટેક કંપની આલ્ફાબેટ ઇન્ક. એ બીસીસીઆઈ પાસેથી પ્રસારણ અધિકારો સંબંધિત બિડિંગ દસ્તાવેજાે ખરીદ્યા છે. આ યુએસ કંપની પાસે એક વીડિયો સ્ટ્રીમિંગ વેબસાઈટ યુટ્યુબ પણ છે. જાેકે કંપનીએ બ્રોડકાસ્ટિંગ રાઈટ્‌સ ખરીદવા માટે પોતાનું નામ જાહેર કર્યું નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટેલિવિઝન ચેનલ જૂથ સુપર સ્પોર્ટ્‌સે પણ બીસીસીઆઈ પાસેથી બિડિંગ દસ્તાવેજાે ખરીદ્યા છે.
બીસીસીઆઈ પાસેથી દસ્તાવેજાે ખરીદવાનો અર્થ એ નથી કે કંપનીઓ બિડ કરવા માટે બંધાયેલી છે. તેઓ કોઈપણ સમયે નાપસંદ કરી શકે છે અથવા હરાજી સંપૂર્ણપણે છોડી શકે છે.એમેઝોન.કોમ.આઇએનસી ધ વોલ્ટ ડિઝની કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, સોની ગ્રુપ કોર્પ વગેરે કંપની પણ આઇપીએલ મીડિયા અધિકારો ખરીદવાની રેસમાં છે.
આઇપીએ દર્શકોની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી લીગ છે. બીસીસીઆઇના ડેટા અનુસાર આઇપીએલની છેલ્લી સિઝનમાં ૬૦૦ મિલિયન (૬૦ કરોડ) દર્શકો જાેડાયેલા હતા.આઇપીએલ ભારતીય મનોરંજન બજારમાં મોટો હિસ્સો ધરાવે છે. એક અનુમાન અનુસાર બીસીસીઆઇની હરાજીથી લગભગ ૩૨૫૦૦ કરોડ રૂપિયા મળી શકે છે.

Related posts

ટીકટોકના સીઈઓને લઇ ચીનીઓ જ કરી રહ્યા છે વિરોધ

editor

कोरोना काल में मारुति सुजुकी को हुआ तगड़ा मुनाफा

editor

Nearly 5.4 million fake accounts removed by Facebook

aapnugujarat

Leave a Comment

UA-96247877-1