Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિંમત હોય તો તાજ મહેલને મંદિર બનાવીને બતાવો : મહેબુબા મુફતી

આગ્રામાં તાજમહેલને લઈને વિવાદ વધી રહ્યો છે. હવે આ વિવાદમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી પણ કૂદી પડ્યા છે. તેમણે ભાજપ સરકાર અને હિન્દુ સંગઠનોને ચેતવણી આપી છે કે “જાે તમારામાં હિંમત હોય તો તાજમહેલને મંદિર બનાવીને બતાવો.”
પૂર્વ સીએમએ સરકાર પર આરોપ લગાવ્યો કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે જ આવા તમામ વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે તેમને મુસ્લિમોની પાછળ મૂકવામાં આવ્યા છે. દેશનું નાણું લૂંટીને વિદેશ ભાગી ગયેલા લોકોને પકડવાને બદલે તેઓ મુઘલો દ્વારા બાંધવામાં આવેલી દરેક જગ્યાનો વિરોધ કરવા માગે છે.
બીજેપી નેતા રજનીશે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે તાજમહેલ વાસ્તવમાં તેજાે મહેલ છે. તેણે તાજમહેલના ભોંયરાના ૨૨ રૂમ ખોલવાની માંગ કરી છે. આ વિવાદને લઈને તેમણે ચેતવણી આપી છે કે આ લોકોને તાજમહેલ કે લાલ કિલ્લાના બદલે મંદિર બનાવીને બતાવવું જાેઈએ
પત્રકારો સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જાે તેમની પાસે સત્તા છે તો તાજમહેલ, લાલ કિલ્લાને મંદિર તરીકે બતાવો, તો ચાલો જાેઈએ કે દુનિયાના કેટલા લોકો આ દેશને જાેવા અહીં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જે વસ્તુઓ મુઘલોના સમયમાં રહી ગઈ હતી, જેમ કે તાજમહેલ, મસ્જિદ, કિલ્લા, તેઓ તેને બગાડવા માંગે છે, તેમની પાછળ પડેલી છે. આનાથી કશું પ્રાપ્ત થશે નહીં.
પીડીપીના વડાએ ભારપૂર્વક કહ્યું છે કે ભાજપ સરકાર પાસે લોકોને આપવા માટે કંઈ નથી. બેરોજગારી, મોંઘવારી બધું જ વધી રહ્યું છે. દેશની સંપત્તિ વેચાઈ રહી છે. આપણો દેશ હવે ગરીબીની બાબતમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેપાળ કરતાં પણ પાછળ રહી ગયો છે

Related posts

चाक -चौबंद होगी भारत की सुरक्षा, योजना को मंजूरी मिली

aapnugujarat

कोरोना वैक्सीन दिल्ली में ही नहीं बल्कि पूरे देश में फ्री होगा : हर्षवर्धन

editor

કાશ્મીર : જવાબી કાર્યવાહીમાં પાંચ પાકિસ્તાની સૈનિક ફૂંકાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1