Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અલ્પેશ કથીરિયાએ આપ્યું નિવેદન

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે . ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવામાં આવી છે . ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે , નરેશ પટેલ કયા પક્ષ સાથે રાજકારણમાં જોડાશે તે બાબતે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી . ત્યારે સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા દ્વારા કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી . નરેશ પટેલ કોઇ પણ પક્ષમાં જાય તો પાટીદાર અનામત આંદોલન સમિતિનું સ્ટેન્ડ રહેશે તે બાબતે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે , ખોડલધામ નરેશ પટેલ દ્વારા આંદોલન વખતે ખૂબ જ સહકાર આપવામાં આવ્યો હતો . તેમજ સમાજના હિતમાં તેઓ સક્રિય રહે છે . નરેશ પટેલ જેવા વ્યક્તિ કોઈ પણ રાજકીય પક્ષમાં જાય પછી ભલે ભાજપ , કોંગ્રેસ હોય અને તેને પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવશે . આ બાબતે અલ્પેશ કથીરિયા સ્પષ્ટતા કરી હતી કે , રાજકીય પાર્ટી કોઈ પણ હોય પરંતુ નરેશ પટેલને જ સમર્થન અપાશે . પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નથી જોડાયા પરંતુ નરેશ પટેલ અને કોંગ્રેસને મદદરૂપ થશે ખરા તે બાબતે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે , પ્રશાંત કિશોર ભલે કોંગ્રેસમાં જોડાઈ નહીં પરંતુ આ પ્રશ્ન તેની કેન્દ્રીય નેતાગીરીનો છે . વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તેઓ મદદરૂપ થઈ શકે છે .

Related posts

સોનિયા ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કરશે મુલાકાત

editor

શ્રીદેવીના નિધનથી દેશને બહુ મોટી ગંભીર ખોટ પડી : વિવેક ઓબેરોય : અમદાવાદના ૬૦૮માં જન્મદિનને લઇ ઉજવણી

aapnugujarat

રાહુલ શર્મા હવે ગુજરાતમાં પોતાનો પક્ષ રચીને ચૂંટણી લડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1