Aapnu Gujarat
બિઝનેસ

દેશમાં ડિમેટ ખાતાની સંખ્યા ૮.૯૭ કરોડ થઈ

ભારતના સૌથી મોટા આઈપીઓની આધિકારીક જાહેરાત થઈ ચૂકી છે. આગામી સપ્તાહે એલઆઈસીનો આઈપીઓ ખુલશે. જાેકે તે પહેલાં જ રોકાણકારોનો ક્રેઝ સાતમા આસમાને છે. આઈપીઓની જાહેરાત પૂર્વે જ દેશમાં કરોડો નવા એકાઉન્ટ ખુલ્યાં છે અને એક્ટિવ થયા છે.એલઆઈસીએ બુધવારે તેના આઈપીઓની તારીખ, કિંમત સહિત મહત્વની બાબતોની જાહેરાત કરી હતી. રોકાણકારો, ખાસ કરીને પોલિસીધારકો અને નવા રોકાણકારો દેશની સૌથી મોટી વીમા કંપનીના આઈપીઓ માટે ઉત્સાહિત છે. એલઆઈસી આઈપીઓના પ્રાઈસ બેન્ડની પ્રેસ વાર્તામાં ડીઆઈપીએએમ સેક્રેટરી તુહિન કાંત પાંડેએ કહ્યું કે છેલ્લા ૧૨ મહિનામાં એક્ટિવ ડીમેટ ખાતાઓની સંખ્યા ૬૩ ટકા વધીને ૮.૯૭ કરોડ થઈ છે. આ આંકડા માર્ચના અંત સુધીના છે. નિષ્ણાતોના મતે ડીમેટ ખાતાઓની સંખ્યા વધી રહી છે કારણ કે લોકો એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છુક છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (સીડીએસએલ)ની એક્ટિવ ડીમેટ એકાઉન્ટની સંખ્યા ૬.૩ કરોડ છે. તેમાંથી ૩૭.૨ લાખ કરોડ રૂપિયાની અસ્કયામતો છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (એનએસડીએલ)ના એક્ટિવ ડીમેટ ખાતાઓની સંખ્યા ૨.૬૭ કરોડ છે.
દેશની સૌથી મોટી વીમા કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. ૯૦૨ થી ૯૪૯ સુધી નક્કી કરી છે. એલઆઈસી પોલિસીધારકોને આમાં ૬૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. કંપની રિટેલ રોકાણકારોને શેર દીઠ રૂ. ૪૫નું ડિસ્કાઉન્ટ પણ આપશે. પાંડેએ જણાવ્યું હતું કે, સાઇઝ ઘટીને રૂ. ૨૧,૦૦૦ કરોડ થયા પછી પણ એલઆઈસીનો આઈપીઓ દેશનો સૌથી મોટો આઈપીઓ હશે.સરકારે પહેલો ફેરફાર એ કર્યો છે કે ૫ ટકાને બદલે હવે તે એલઆઈસીમાં માત્ર ૩.૫ ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. બીજું, એલઆઈસીનું મૂલ્યાંકન અગાઉના અંદાજાે કરતા ઘણા ઓછા દરે નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ એલઆઈસીનું વેલ્યુએશન ૧૬-૧૭ લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો. સરકારે તેની સામે માત્ર રૂ. ૬ લાખ કરોડનું મૂલ્યાંકન કર્યું છે. ઓછા મૂલ્યાંકનનો અર્થ એ છે કે આ આઈપીઓમાં રોકાણ કરવાથી સારું વળતર મળી શકે છે.

Related posts

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સરકારને ૨૮,૦૦૦ કરોડનું ડિવિડન્ડ આપશે

aapnugujarat

ભારતે ચીન સહિત ચાર દેશો પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી

aapnugujarat

Facebook, Whatsapp, Instagram issues resolved after daylong outage

aapnugujarat

Leave a Comment

UA-96247877-1