Aapnu Gujarat
ગુજરાત

દાહોદ માં નજીવી બાબતે મોપેડ પર આવેલા એક ઈસમે એક યુવકને ચપ્પા વડે કર્યો હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઇ..

દાહોદ માં નજીવી બાબતે મોપેડ પર આવેલા એક ઈસમે એક યુવકને ચપ્પા વડે કર્યો હુમલો: પોલીસ ફરિયાદ નોંધાઇ..

દાહોદ તા.28

દાહોદ શહેરના હુસેની મસ્જિદ પાસે એક્ટીવા પર આવેલા એક ઈસમે નજીવી બાબતે એક ઈસમને ચપ્પા વડે હુમલો કરવા જતા વચ્ચે આવેલા તેના મિત્રને ચપ્પાના ઘા મારી લોહીલુહાણ કરતાઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના મોટા ઘાચીવાડ અમલદાર ચોક ખાતે ના રહેવાસી સોહેલ અખ્તર ભાઈ અરબ તેના મિત્ર ફૈઝાન હસનભાઈ પઠાણ જોડે દાહોદ જિલ્લાના હુસેની મસ્જિદ પાસે ઉભા હતા તે સમયે એક્ટિવા પર આવેલા કસ્બા મોટા ઘાંચિવાડ ઈમાનદાર ગલીના રહેવાસી જાવેદભાઈ ઇશાકભાઈ મિરઝા એ ઉપરોક્ત બન્ને ઈસમો પાસે આવી મા બેન સમાણી ગાળો બોલી તું ફેઝાન પઠાણ જોડે કેમ બોલે છે.? તું અને તારા મિત્ર પર ખાતે આવી જતો તમને બધાને જોઈ તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ તેના પાસે મુકેલા ચપ્પા વડે સોહેલ અખ્તર ભાઈ અરબભાઈ પર હુમલો કરવા જતા વચ્ચે પડેલા ફેઝાન પઠાણના બન્ને હાથે ચપ્પાના ઘા વાગતા ફેઝાન પઠાણ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ હુમલો કરનાર જાવેદ સાત મિર્ઝા ત્યાંથી ભાગી ગયો હતો. પપ્પાના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ફૈઝાન પઠાણને લોહીલુહાણ અવસ્થામાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ઉપરોકત બનાવ સંદર્ભે સોહેલ અખ્તર ભાઈ અરબભાઈએ દાહોદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ પોલીસે જાવેદ ઇશાક મિર્ઝા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

લાયન્સ કલબ પરિવાર દિયોદર દ્વારા વ્યાજબી દરે મિઠાઈનું વિતરણ

aapnugujarat

ભુજ પાસે અકસ્માતમાં ૯ પટેલ યુવાનોના મોત થયા

aapnugujarat

એલજી હોસ્પિટલે દર્દીને બેસાડી રાખ્યો, અંતે રેલવે કર્મચારીનું નિધન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1