Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણીને લઇ પાટણ શહેરની કાયાપલટ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરને નવા રંગરૂપ આપી જાણે તેની ખામીઓ ઢાંકતા હોય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના રાજમાર્ગો પર ડામર પાથરી તેની સજાવટ શરૂ કરાઇ છે.

ઐતિહાસિક પાટણ નગરમાં ગુજરાતના 62મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓના કાફલાના વાહનો જે માર્ગો પરથી પસાર થવાના છે તેવા જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર કરી તેની સજાવટ કરવામાં આવી રહી છે.

પાટણના યુનિવર્સિટી ગ્રાઉન્ડ તેમજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સ્થાપના દિવસને લઈ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે હાલમાં ટીબી ત્રણ રસ્તાથી યુનિવર્સિટી, રાજમહેલ રોડને જોડતા અન્ય હયાત માર્ગો પર ડામરનું લેયર કરી તેની સજાવટ કરવામાં આવી રહી છે. જો કે શહેરના કોટ વિસ્તારમાં આજેપણ અનેક ઉબડખાબડ માર્ગો હોવા છતાં તેવા માર્ગોનું ધણા સમયથી સમારકામ તો ઠીક પરંતુ પાલિકાના સત્તાધિશો દ્વારા તેને જોવાની પણ તસ્દી લેવામાં આવી નથી.

એક તરફ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે અસહ્ય ગરમીને કારણે શહેરના હયાત માર્ગો પર કરાયેલા ડામરનું લેયર સ્થાપના દિવસ પહેલા જ જો પીંગળી જાય તો આ રોડનો મેકઅપ ઉતરી જશે તેવી ચર્ચાઓ લોકોમાં જોવા મળી રહી છે. હાલમાં તો સ્થાપના દિવસની ઉજવણીને લઇ અસ્વચ્છ અને સુવિધાઓથી વંચિત પાટણ શહેર જાણે નવા રંગરૂપ ધારણ કરતું હોય તેમ તૈયારીઓ જોવા મળી રહી છે.

Related posts

Culture Camp-2019 at Hare Krishna Mandir, Bhadaj marked an end with Talents Day

aapnugujarat

દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીનો વિજય

editor

આવતીકાલે જાહેર રસ્તા પર ગ્રાહક જાગૃત્તિ મહાયજ્ઞનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1