Aapnu Gujarat
ગુજરાત

ધગધગતા તાપથી બચવા ફોલો કરો આ સરળ ટિપ્સ, નહિં તો લૂ લાગી જશે

કાળઝાળ ગરમીમાં સ્કિનને બચાવવી ખૂબ જ જરૂરી છે. તડકામાં સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આમ, જો તમે તમારી સ્કિન પર પૂરતું ધ્યાન આપી શકતા નથી તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું. જો તમને આ ટિપ્સ ફોલો કરશો તો ગરમીથી રાહત મળશે. આમ, ગરમીની વાત કરીએ તો હજુ મે મહિનો આખો બાખી છે. મે મહિનામાં પણ તમારે આકરો તાપ સહન કરવો પડશે. તો નજર કરી લો તમે પણ આ ટિપ્સ પર…

બહાર જાવો ત્યારે ફેસને કવર કરી લો

જ્યારે પણ તમે ગરમીમાં બહાર જાવો ત્યારે ફેસને કવર કરી લો. હવે બજારમાં સમર કોટ પણ સરળતાથી મળી રહી છે. આ સમર કોટ તમને ગરમીથી બચાવે છે. આ સાથે જ જ્યારે પણ ગરમીમાં બહાર જાવો ત્યારે ખાસ કરીને ફેસ કવર કરી લો.

સનગ્લાસ પહેરો

ગરમીમાં બહાર નિકળો ત્યારે તમારી આંખોને ગરમીથી બચાવવા માટે તમે સનગ્લાસ પહેરો. જો તમે સનગ્લાસ પહેરો છો તો સૂર્યના સીધા કિરણોથી તમે તમારી આંખોને બચાવી શકો છો.

સનસ્ક્રીન લોશન લગાવો

કાળઝાળ ગરમીમાં તમે જ્યારે પણ બહાર જાવો ત્યારે સનસ્ક્રીન લોશન લગાવો. સૂર્યના સીધા કિરણોથી તમારી સ્કિનને બચાવવા માટે આ લોશન લગાવવું ખૂબ જરૂરી છે. આ માટે તમે કોઇ સારી કંપનીનું સનસ્ક્રીન લોશન લગાવો જેથી કરીને તમારી સ્કિન પર કોઇ નુકસાન ના થાય.

નારિયેળ પાણી પીવો

કાળઝાળ ગરમીમાં તમે બને ત્યાં સુધી એક નારિયેળ પાણી પીવો. આ નારિયેળ પાણી તમારા શરીરમાં ઠંડક કરવાનું કામ કરે છે. તમે બજારમાં નારિયેળ પાણીની લારી પર જોશો તો ખ્યાલ આવશે કે ઘણાં લોકો ત્યાં ઉભા રહીને પીતા હોય છે.

પાણીની બોટલ સાથે રાખો

દરેક વ્યક્તિએ ગરમીમાં પાણીની બોટલ સાથે રાખવી જોઇએ. ગરમીમાં તમે પાણી પીવાનું વધારે રાખો, જેથી કરીને ડિહાઇડ્રેશન જેવી સમસ્યા ના થાય.

Related posts

કલા મહાકુંભ એ આબાલવૃધ્ધ કલાકારોની કલા કુશળતાને પ્રોત્સાહિત કરવાનું આયોજન : વડોદરા જિલ્લા કલેકટર

aapnugujarat

લોકલ ક્રાઈમ બ્રાન્ચે મ.પ્ર.ની પુષ્પા ગેંગના ત્રણને ઝડપ્યા

aapnugujarat

બનાસકાંઠામાં વરસાદી કહેર : ખારિયા ગામનાં એક જ પરિવારનાં ૧૭ લોકોનાં મૃતદેહ મળ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1