Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેશોદથી હવાઈ સેવાનો શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ગરિમામય ઉપસ્થિતિમાં જૂનાગઢના કેશોદ એરપોર્ટ પર વિવિધ સુવિધાઓનું લોકાર્પણ અને ‘ઉડાન’ રિજ્યોનલ કનેક્ટિવીટી યોજના હેઠળ કેશોદથી હવાઈ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો.

આજથી મુંબઇ-કેશોદ-મુંબઇ વિમાનની સેવાનો પ્રારંભ થતા લોકોને હવે સવલત મળશે. અન્ય રાજ્યના લોકો માટે હવેથી સોમનાથ દાદાના દર્શન સરળ બનશે.

આજથી એટલે કે 16 એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ વિમાનની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. તેવું 3 દિવસ પહેલા સરકાર દ્વારા જાહેર કરાયું હતું.

ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવના ભારતભરના યાત્રાળુઓને સરળતાથી દર્શન થઇ શકે અને તેઓ કેશોદથી ઘડી ભરમાં સોમનાથ આવી શકે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

અગાઉ આ જાહેરાત પ્રવક્તા મંત્રી વાઘાણીએ બુધવારે મળેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાન એ લેવાયેલા નિર્ણયને લઈને વિસ્તૃત વાત કરતા જણાવ્યું હતું. ખાસ કરીને આ સેવા સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસ દરમિયાન ચાલશે. અગાઉ માર્ચ મહિનામાં સોમનાથ ટ્રસ્ટના સાથે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં આ અંગે નિર્ણય લેવાયો હોય શકે છે

Related posts

तूफान ‘वायु’ दिशा बदल कर कच्छ में पहुंच सकता है

aapnugujarat

अहमदाबाद : २८ दिन में उल्टी-दस्त के ३८६ केस

aapnugujarat

મારુ ગામ કોરોના મુક્ત રહે તે માટે મહિલા સરપંચની કોવિડ-૧૯ માર્ગદર્શિકાની અસરકારક અમલવારી

editor

Leave a Comment

UA-96247877-1