Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હી મેટ્રોના તબક્કા-૩ને પૂર્ણ કરવાની તૈયારીઓ કરાઇ

દિલ્હી મેટ્રોના ફેઝ-૩ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે અને કોર્પોરેશન ટ્રેનોની સંખ્યા વિસ્તારની તૈયારીમાં છે. માર્ચ ૨૦૧૮ સુધી માત્ર મેટ્રોને નેટવર્ક ૨૧૮ કિલોમીટરથી વધારીને ૩૪૮ કિલોમીટર સુધી લઇ જવાશે. આ ઉપરાંત ટ્રેનોની સંખ્યામાં પણ ૪૫ ટકા સુધીનો વધારો કરવામાં આવનાર છે. હાલમાં તમામ લાઇનોની ટ્રેનોની સંખ્યા ૨૨૭ છે. જેને વધાવીને હવે ૩૨૮ કરી દેવામાં આવનાર છે. ઓક્ટોબરના મહિનાથી દિલ્હી મેટ્રો મજેન્ટા અને પિન્ક લાઇન શરૂ કરી દેવામાં આવશે. આ બન્ને લાઇનો પર માર્ચ ૨૦૧૮થી શરૂ કરી દેવાશે. હાલમાં ડીએમઆરસી ૨૨૭ ટ્રેનો દોડાવે છે. આમાં ચાર કોચવાળી ટ્રેન, છ કોચવાળી અને આઠ કોચવાળી ટ્રેનો સામેલ છે. ફેજ-૩નુ કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ ટ્રેનોની સંખ્યા ૩૨૮ થઇ જશે. કોચની સંખ્યા ૧૪૬૮થી વધારીને ૨૧૫૮ સુધી લઇ જવાશે. બીજી બાજુ ૬૯૦ નવા કોચમાંથી ૫૦૪ મજેન્ટા અને પિંક લાઇન મેટ્રોમાં ઉપયોગ કરવામાં આવનાર છે. વર્તમાન કોરિડોર્સ પર ચાલનાર મેટ્રોની સંખ્યા ૨૨૭થી વધારીને ૨૪૪ કરી દેવામાં આવી છે. આમાંથી મોટા ભાગની ટ્રેનો આઠ કોચવાળી રહેશે. મળેલી માહિતી મુજબ છ કોચવાળી મેટ્રોન ટ્રેનોને પણ આઠ કોચવાળી ટ્રેનમાં ફેરવી દેવાશે.બ્લુ લાઇન મેટ્રો કોરિડોર સૌથી વ્યસ્ત રહે છે. આ કોરિડોરને સૌથી વધારે ટ્રેન આપવામાં આવનાર છે. આ કોરિડોર પર આઠ કોચવાળી ટ્રેનોને ૫૬થી વધારીને ૬૫ કરવામાં આવનાર છે. આ ઉપરાંત બીજા સૌથી મોટા કોરિડોર તરીકે યેલો લાઇન છે. આ કોરિડોર પર ટ્રેનોની સંખ્યા ૩૮થી વધારીન ૫૨ કરવાની યોજના છે.માર્ચ મહિનાથી પ્રવાસીઓને મોટો ફાયદો થનાર છે. સમય પણ બચી શકાશે.

Related posts

दिल्ली में फिलहाल नहीं लगेगा नाइट कर्फ्यू

editor

आजम खान की यूनिवर्सिटी पर लगा ३.२७ करोड़ जुर्माना

aapnugujarat

ભોપાલમાં કબ્રસ્તાન ફુલ, દફન કરવા માટે પણ વેઈટિંગ

editor

Leave a Comment

UA-96247877-1