Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 8 એપ્રિલે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર ખાતે અવાર-નવાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર જિલ્લામાં અગાઉ પણ ભરતી મેળા દ્વારા યુવાનોને રોજગારી આપવામાં આવી છે જિલ્લા કલેકટર કુલદીપ આર્ય દ્વારા તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહી છે ત્યારે અવાર નવાર આ પ્રકારે ભરતી મેળો યોજાઇ રહ્યા છે ત્યારે ફરી એકવાર ત્રણ દિવસ બાદ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૮ એપ્રિલ ૨૦૨૨ ટેક મહિન્દ્રા લી. ગાંધીનગર ખાતે અને તા. ૧૨ એપ્રિલ ૨૦૨૨ જીયા કેરિયર સોલ્યુશન ગાંધીનગર ખાતે રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે સીધા ઇન્ટરવ્યું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા.૦૮ એપ્રિલ ના રોજ ટેક મહિન્દ્રા લી, માં બ્લોક નં. ૪ ગીફ્ટ સીટી, ગાંધીનગર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે સીધું ઇન્ટરવ્યૂ યોજાશે. જેમાં ૧૨ પાસ અને ગ્રેજ્યુએટ થયેલ તમામ ઉમેદવારો ભાગ લઇ શકશે. તેમજ તા. ૧૨ એપ્રિલ ના રોજ જીયા કેરિયર સોલ્યુશન, એ- ૨૧૦ રાધે આર્કેડ, એસ.બી.આઈ.બેંક પાસે, કુડાસણ, તા. ગાંધીનગર ખાતે સવારે ૧૧: ૦૦ કલાકે સીધું ઈન્ટરવ્યુ યોજાશે. આ ઇન્ટરવ્યુમાં ફક્ત ગ્રેજ્યુએટ ઉમેદવાર ભાગ લઇ શકશે.

યોજાનાર રોજગાર ભરતીમેળામાં રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જઈ રહ્યા છે તેવું જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યુ હતુ.

Related posts

રાજ્યમાં ૨૦૧૮માં માર્ગ અકસ્માતમાં ૫,૯૨૩ લોકો બન્યાં કાળનો કોળિયો, સૌથી વધુ યુવાનો !

aapnugujarat

गुजरात के ऊपर चक्रवात का डर बंदरगाहों पर नंबर ३ का सिग्नल

aapnugujarat

માનવતા નુ ઉદાહરણ પુરૂ પાડતા 108 ઈમરજન્સી સેવા કર્મચારીઓ.

editor

Leave a Comment

UA-96247877-1