Aapnu Gujarat
રમતગમત

૭૯ વર્ષમાં ઇંગ્લેન્ડ તરફથી હૈટ્રિક લેનાર પ્રથમ સ્પિનર બન્યો મોઇન અલી

ઇંગ્લેન્ડ તરફથી ૭૯ વર્ષમાં હૈટ્રિક વિકેટ લેનાર મોઇન અલી પ્રથમ સ્પિનર બોલર બન્યો છે. ઉલ્લેખનીય છે કે, મોઇન અલીની શાનદાર બોલિંગની મદદથી ઇંગ્લેન્ડે ધ ઓવલ મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે સોમવારે દક્ષિણ આફ્રિકાને ૨૩૯ રનથી કારમી હાર આપી હતી.  આ જીત સાથે જ ઇંગ્લેન્ડે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ૨-૧ની સરસાઇ હાંસલ કરી છે.ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે ચોથી ઇનિંગ્સમાં ૪૯૨ રનનો વિશાળ લક્ષ્ય મૂક્યો હતો. જેને દક્ષિણ આફ્રિકાની ટીમ હાંસલ કરી શકી ન હતી, અને ટીમ ૨૫૨ રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ધ ઓવલના મેદાન પર આ ૧૦૦મી ટેસ્ટ મેચ હતી. આ મેદાન પર ટેસ્ટ મેચોમાં આ પ્રથમ હૈટ્રિક હતી.
આ સાથે મોઇન અલી ૭૯ વર્ષમાં ઇંગ્લેન્ડ તરફથી હૈટ્રિક લેનાર પ્રથમ સ્પિનર બોલર બન્યો છે. તેના પહેલા ટોમ ગોડાર્ડે ૧૯૩૮માં દક્ષિણ આફ્રિકા સામે જ્હોનીસબર્ગમાં હૈટ્રિક લીધી હતી.મોઇન અલીએ ૭૬મી ઓવરના પાંચમા બોલ પર લક્ષ્યનો પીછો કરી રહેલા દક્ષિણ આફ્રિકાના શતકવીર ડીન એલ્ગરને ૧૩૬ રનના તેના વ્યક્તિગત સ્કોર પર બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યાર પછીના બોલ પર તેણે કાગિસો રબાદાને સ્ટોક્સના હાથે કેચ આઉઠ કરાવી બીજી વિકેટ લીધી હતી. ત્યાર પછીની ઓવરમાં તેણએ મોર્ને મોર્કેલને એલબીડબ્લ્યૂ આઉટ કરી પોતાની હૈટ્રિક પૂરી કરી હતી.

Related posts

Kapil Dev और कार्तिक खेलेंगे गोल्फ

editor

मुझे सुनील नरेन पर गर्व है : दिनेश कार्तिक

editor

આઇએસઆઇએસે ફિફા વર્લ્ડકપ દરમિયાન મેસી-રોનાલ્ડોની હત્યા કરવાની ધમકી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1