Aapnu Gujarat
ગુજરાત

ધમકી મળતી હોવાના કોંગ્રેસના આક્ષેપ બાદ કોંગ્રેસી ધારાસભ્યોના ઘરે પોલીસ બંદોબસ્ત

રાજ્યસભા ચૂંટણીને પગલે ધારાસભ્યોના પરિવારજનોને ધાકધમકી આપવામાં આવતી હોવાની ચૂંટણીપંચમાં કોંગ્રેસની ફરિયાદ બાદ પોલીસ તંત્ર જાગ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્યો તો બેંગાલુરુમાં છે. એ સિવાયના ધારાસભ્યોના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જો કે ધારાસભ્યોને સામાન્ય સુરક્ષા જ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.રાજકોટમાં નીલ સીટી ક્લબ ખાતે રહેતા કોંગ્રેસના ધારાસભ્યના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યારે માળિયા હાટિનાના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાના ઘરે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ સિવાય સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ધારાસભ્ય અશ્વિનભાઇના પત્નીના મતે બે અઠવાડિયાથી અજાણ્યા શખ્સો તેમના ઘરે આવીને અશ્વિનભાઈના વિષે પૂછપરછ કરતા હતા.વલસાડના કોંગ્રેસી ધારાસભ્યોને વલસાડ પોલીસ દ્વારા પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. કપરાડાના કોંગ્રેસી ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુરના કોંગ્રેસી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Related posts

ધારાસભ્યોના પગાર વધારા સામે નવો મોરચો ખુલ્યો

aapnugujarat

રાજકોટ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચોની કારોબારી બેઠક યોજાઈ

editor

કડી તાલુકાનાં અગોલ ગામમાં ‘આદર્શ ગામ’ અંતર્ગત સેમીનારનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1