Aapnu Gujarat
Uncategorized

ફેશન કા હે યે જલવાઃ હોઠ પર લિપસ્ટીક નહીં હીરા લગાવ્યા, તમે આવી લીપ આર્ટ તો ક્યારેય જોઇ નહી હોય


દુનિયાની સાૈથી મોંઘી આ લીપ આર્ટ છે. ઓસ્ટ્રેલિયાની રોસેનડોર્ફ ડાયમંડ જ્વેલર્સ માેડલના હોઠ પર 3.78 કરોડ રુપિયાના હીરા હોઠ પર લગાવ્યા છે.
મહિલાઓ સુંદર દેખાવા માટે અવનવા નુસખાઓ કરતી હોય છે. જુદા-જુદા પ્રકારની આર્ટ, ટેટૂ વગેરે મહિલાઓએ દોરાવેલા જોવા મળે છે પરંતુ ટેટૂ વગેરે હવે જૂના થયા છે. કેમ કે, હવે મહિલાઓ લીપ આર્ટ કરાવી રહી છે. તમે અનેક લીપ આર્ટ જોઇ હશે પણ આવી લીપ આર્ટ ક્યારેય નહી જોઇ હોય.

આ મહિલાએ 100થી વધુ હીરાથી લીપ આર્ટ તૈયાર કરી છે. આ અનોખો એક રેકોર્ડ જ કહી શકાય. જેથી લીપ પર હીરા જડવામાં આવતા આ રેકોર્ડ ગિનિસ બુકમાં નોંધાયો છે.

દુનિયાની સૌથી મોંઘી આ લીપ આર્ટ છે. ઓસ્ટ્રેલિયાની રાસેનડાર્ફ ડાયમંડ જ્વેલર્સમાં મોડલના હોઠ પર 3.78 કરોડ રૂપિયાના હીરા હોઠ પર લગાવ્યા છે. જેથી મોંઘી લીપ આર્ટ તરીકે ગિનિઝ બુકમાં નામ નોંધવામાં આવ્યુ છે, છે ને અજબ શોખ આ લોકોના.

જોકે, આ માટે પહેલા બ્લેક લિપસ્ટીક હોઠ પર લગાવી અને મોડલના હોઠ પર 22.92 કેરેટના 100થી વધુ હીરાઓનો શણગાર કર્યો હતો. હોઠ પર લિપસ્ટીક નહીં હીરા લાગ્યા છે. આ પ્રકારની ફેશન હવે માર્કેટમાં પણ જોવા મળે તો નવાઇ નહી, કેમ કે આ પહેલા જીભ અને હોઠ પર જુદી જુદી આર્ટ જોવા મળતી હતી પરંતુ હવે હીરા જોવા મળી શકે છે.

Related posts

વિસાવદરમાં માતાએ ચાર સંતાનો સાથે આપઘાત કર્યો

aapnugujarat

चिदम्बरम २८ को राजकोट में व्यापारियों से बातचीत करेंगे

aapnugujarat

વીરપુર જલારામ ગામમાં ગુજરાત પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1