Aapnu Gujarat
ગુજરાત

દિલ્હીમાં બીટીપી નેતા મહેશ વસાવા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે બેઠક યોજવામાં આવી

દિલ્હીમાં બીટીપી નેતા મહેશ વસાવા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે બેઠક યોજવામાં આવી

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા આપ પાર્ટી ગુજરાતની અંદર સક્રીય બની રહી છે ત્યારે આગામી સમયમાં વિવિધ વોટ બેન્કને આકર્ષવા ને લઈને તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રભુત્વ ધરાવતા નેતાઓ પર પણ પક્કડ જમાવી રહી છે. આગામી સયયમાં આપ પાર્ટી અને બીટીપી એક સાથે ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. બન્ને વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યકતાઓ છે.

દિલ્હીમાં મહેશ વસાવા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે અરવિંદ કેજરીવાલની નજર ગુજરાતના આદિવાસી વોટ બેન્ક પર છે. મહેશ વસાવા, અરવિંદ કેજરીવાલ સહીતના નેતાઓ આ મિટીંગમાં અરવિંદ કેજરીવાલ સાથે હાજર રહ્યા હતા.

બીટીપીના ધારાસબ્ય મહેશ વસાવા સાથે વિવિધ મુદ્દાઓને લઈને બેઠક ચાલી હતી. પોલિટીકલ ગ્રાઉન્ડ સિમિત માનવામાં આવે છે. ત્યારે આપ પાર્ટી તમામ જગ્યાએ ચૂંટણીઓ ગુજરાતમાં લડશે તે વાતનું અેલાન તેમને પહેલા થી જ કરી દીધું છે. ત્યારે આપ પાર્ટી એ પણ આદિવાસીઓના હક્કને લઈને લડવાની વાત અગાઉ થી જ કરી દીધી છે.

Related posts

વાડજમાં બેફામ ડ્રાઈવિંગ કરતાં યુવકે બાળકીનો ભોગ લીધો

aapnugujarat

રાજપીપલા ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃત્તિ રેલી યોજાઇ

aapnugujarat

સમાજ કલ્યાણ વિભાગની ૧૩ યોજના ઓનલાઈન કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1