Aapnu Gujarat
ગુજરાત

કેનેડા બોર્ડર પર ગુજરાતી પરીવારની ઘટના બાદ, પોલીસ વડા આશિષ ભાટીયાએ યુએસ અને કેનેડાની સુરક્ષા એજન્સી સાથે ચર્ચા કરી હતી.

કેનેડા બોર્ડર પાસે ગુજરાતી પરીવારના મૃત્યુ બાદ ફરીથી આવી ઘટાના ના બને તેને લઈને રાજ્યની પોલીસ સક્રીય બની છે. પોલીસના વડા આશિષ ભાટીયાએ આ મામલે સક્રીયતા દાખવી છે. આશિષ ભાટીયાએ યુએસ અને કેનેડાની સુરક્ષા એજન્સી સાથે ચર્ચા કરી હતી.

ખાસ કરીને ગેરકાયદેસર રીતે વિદેશની બોર્ડર ક્રાેસ કરવાના હ્યુમન રેકેટ અટકાવવા માટેની ચર્ચા તેમણે આ બન્ને દેશોની એજન્સીઓ સાથે કરી હતી.

જાન્યુઆરી મહિનામાં કલોલના ડિંગુચામાં પટેલ પરીવારના સભ્યોનું કેનેડાની બોર્ડર ઠંડીમાં થીજી જવાથી મોત નિપજ્યુ હતું. આ ઘટના ઘણી ચર્ચામાં રહી હતી કેમ કે, અમેરીકા જવા માંગતા આ પટેલ પરીવારનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું.

ગેરકાયદેસર રીતે વિદેશમાં પ્રવેશ કરવાના હેતુસર બોર્ડર ક્રાેસ કરવા માટે જતા હતા જેના કારણે તેમનો પરીવાર બરફમાં થીજાઈ ગયો હતો જાન્યુઆરી મહિનામાં આ ઘટના બની હતી. દેશભરમાં આ ઘટનાએ ચકચાર મચાવ્યો હતો ત્યારે સીઆઈડી ક્રાઈમને આ અંગેની તપાસ પણ સોંપવામાં આવી હતી. ત્યારે ફરી આવું ના બને તેને લઈને ડીજીપી આશિષ ભાટીયાએ વિદેશોની એજન્સીઓ સાથે વાતચીત કરી હતી.

Related posts

ચાંદોદ નવા માંડવાની સીમમાં દીપડો ઝડપાયો

editor

લીંબડી ખાતે વિકાસ કાર્યોનું કિરીટસિંહ રાણાના હસ્તે લોકાર્પણ કરાયું

aapnugujarat

૨ ઓકટોબરથી હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ આંદોલન ફરીથી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1