Aapnu Gujarat
Uncategorized

મહાશિવરાત્રીના પાવન પર્વે ઝાલાવાડ શિવ ભક્તિના રંગે રંગાયું

મહાશિવરાત્રીનો પર્વ શિવભક્તો માટે ખૂબ જ મહત્વનો અને વિશેષ હોય છે આ વિશેષ દિવસે અનેક યોગો બનતા હોય છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહાશિવરાત્રીએ પાંચ ગ્રહો એક રાશિમાં હોવાના કારણે પંચગ્રહ યોગ બની રહ્યો છે.ત્યારે લીંબડીના જગન્નાથ મંદિર, હરેશ્વર મંદિર, જશેશ્વર મંદિર, ફૂલેશ્વર મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર વગેરે મંદિરોમા મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી.મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથના વિવિધ મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.

વહેલી સવારથી જ તમામ શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો હતો.  ત્યારે સુંદર પુષ્પોથી સુશોભિત મંદિરો શણગારવામાં આવ્યા હતા. મધ્યાન આરતી તેમજ ભાંગની પ્રસાદી લઈ શિવભક્તોમાં આનંદ જોવા મળ્યો હતો.આ સમયે મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનનો લાભ લેવા તથા પોતાને સાર્થક કરવા ઉમટી પડ્યા હતા. અને હર હર ભોલેના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યું હતું. અને રોશની સભર આ શિવાલયને શણગારવામાં આવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Related posts

વેરાવળ સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરાયું

aapnugujarat

રાજકોટમાં ધો.૧૦માં પાંચ વિષયમાં નાપાસ થયેલા તરૂણે ફિનાઈલ પીધું

aapnugujarat

ડીસા તાલુકાના સોયલા ગામે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1