Aapnu Gujarat
Uncategorized

કેશોદ તાલુકાના ગામડાઓમાં ચોરોનો તરખાટ વધ્યો

વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં થોડા દિવસો થી ચોરીની ઘટનાઓ જુદા જુદા ગામડાઓમાં પ્રકાશમા આવી રહી છે જ્યારે ચોરોને પકડવામાં પોલીસ નાકામ દેખાય રહી છે ત્યારે એવું લાગી રહ્યુ છે કે ચોરો પોલીસ સાથે 20 -20 ક્રિકેટ મેચ રમાઈ રહી છે અને કેશોદ પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેવું દેખાય રહ્યુ છે હાલ જોવા જઈએ તો કેશોદના મોવાણા ગામેથી ડેલો ખોલી એક પાડો ત્રણ પાડી અજાણ્યા ઈસમો ચોરી જતાં કેશોદ પોલીસે સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે.કેશોદ તાલુકાનાં મોવાણા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રામભાઈ વજુભાઈ વાછાણી નાં ઘરે ડેલો કુદીને અંદર ઘુસી ડેલો ખોલી એક પાડો બે વર્ષનો અને બે પાડી ચાર માસની અજાણ્યા ઈસમો ઉપાડી ગયાં છે

મકાન મલિક  વહેલી સવારે ઊઠીને ડેલો ખુલ્લો જોતાં ચોરી થયાની જાણ થઈ હતી. આસપાસમાં તપાસ કરતાં બાજુમાં આવેલ પરેશભાઈ જેન્તિભાઈ ડઢાણીયાનાં ઘરેથી પણ બે વર્ષની એક પાડી ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું. કેશોદના મોવાણા ગામના પશુપાલકોએ કેશોદ પોલીસ સ્ટેશન આવી રજુઆત કરી હતી અને કેશોદ પોલીસ દ્વારા એક પાડો અને ત્રણ પાડી મળીને કુલ રૂપિયા ૫૫,૦૦૦/- ની ચોરીનો અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોવાણા ગામ નાં પશુપાલકોનાં જણાવ્યાં મુજબ અગાઉ પણ ચોરીની ઘટના બની હતી ત્યારે ગામનાં જ તસ્કરો હોય છોડી મુક્યા હતા ત્યારે ફરીથી ચોરીની ઘટના બનવા લાગી છે. થોડા દિવસો પહેલા સીમરોલી વિસ્તારમાં પણ મુંગા પશુઓને ચોરી ગયાની ઘટના બની હતી પરંતુ આજદિન સુધી મુંગા પશુઓને ઉઠાવી જતાં તસ્કરો ઝડપાયા નથી

Related posts

ભાજપ અને કોંગ્રેસનાં કાર્યાલયોમાં ઉડે છે કાગડા !

aapnugujarat

અમદાવાદ સિવિલ : ૭૮% ડૉક્ટર માનસિક તણાવમાં

editor

AMTSનું વર્ષ ૨૦૨૧-૨૨નું રૂ.૫૨૩.૭૩ કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજુર

editor

Leave a Comment

UA-96247877-1