Aapnu Gujarat
મનોરંજન

મુબારકા ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળતા તરફ

અર્જુન કપુરની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ મુબારકાને દર્શકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળતા અર્જુન કપુર ભારે ખુશ છે. ફિલ્મમાં અર્જુન કપુરની સાથે અનિલ કપુર, ઇલિયાના ડી ક્રુઝ અને અથિયા શેટ્ટી કામ કરી રહી છે. અર્જુન કપુરની આ એવી પ્રથમ ફિલ્મ છે જેમાં તે ડબલ રોલમાં કામ કરી રહ્યો છે. ફિલ્મના સંબંધમાં વાત કરતા અર્જુન કપુરે કહ્યુ છે કે આ ફિલ્મમાં કામ કરવાને લઇને તે ભારે ખુશ છે. શનિવારના દિવસે થિયેટરમાં મુબારકા ફિલ્મ નિહાળવા માટે આવેલા ચાહકો એ વખતે ચોંકી ઉઠ્યા હતા જ્યારે અનિલ કપુર અને અર્જુન કપુર તેમજ અનીસ બાઝમી ફિલ્મ નિહાળવા માટે પહોંચ્યા હતા. અર્જુન કપુરે કહ્યુ છેકે તને પોતાના મિત્રો અને સોશિયલ મિડિયા પર ફિલ્મને લઇન સારા સમાચાર મળી રહ્યા છે. ચાહકોને આ ફિલ્મ પસંદ પડી રહી છે. જે અમારા માટે સારી બાબત છે. તેનુ કહેવુ છે કે તે ખુબ વિચારણા કર્યા બાદ આ ફિલ્મમાં રોલ કરવા માટે તૈયાર થયો હતો. તેનુ કહેવુ છે કે તેને ખુશી છે કે નાની કેરિયરમાં તે આ પ્રકારની ફિલ્મ કરવામાં સફળ રહ્યો છે. મુબારકા ફિલ્મ તમામ વયના લોકોને પસંદ પડી રહી છે.જેમાં બાળકો અને મોટી વયના લોકોનો સમાવેશ થાય છે. અર્જુન કપુરે કહ્યુ હતુ તે કાકા અનિલ કપુર સાથે તેની કેમિસ્ટ્રીને લોકો પસંદ કરી રહ્યા છે તે તમામ લોકો માટે ખુબ સારી બાબત છે. અનિલ કપુર હજુ પણ સંપૂર્ણ ફિટ અને સફળ ફિલ્મો કરી રહ્યો છે. વિતેલા વર્ષોમા ંતે સુપર સ્ટાર અભિનેતા તરીકે હતો.
અર્જુન કપુરે તેની કેરિયરની શરૂઆત ઇશ્કજાદે ફિલ્મ મારફતે કરી હતી. જે હિટ સાબિત થઇ હતી. અર્જુન કપુર માને છે કે મુબારકા ફિલ્મ તહેવારમાં તમામ લોકોને પસંદ પડશે અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ જશે. તેની કેરિયરમાં તેજી આવી ગઇ છે.

Related posts

એશ્વર્યાની ફિલ્મ ફન્ને ખાન ૧૫ જુને રિલીઝ થશે

aapnugujarat

‘साहो’ का नया पोस्टर रिलीज किया गया

aapnugujarat

હું કોઇ કોમ્પ્રોમાઇઝ ન કરી શકું : મલ્લિકા શેરાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1