Aapnu Gujarat
મનોરંજન

હું ક્યારેય પોર્નોગ્રાફીના પ્રોડકશન અને ડિ્‌સ્ટરબ્યુશનમાં સામિલ નહતો : રાજ કુંદ્રા

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી કેસમાં રાહત મળી છે. વચગાળાના જામીન માંગી રહેલા કુંદ્રાની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે ૪ સપ્તાહ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. તેને લઇ મહારાષ્ટ્ર સરકારને નોટિસ પણ રજૂ કરી દેવાઇ છે. રાજ કુંદ્રાએ કોર્ટને કહ્યું હતું કે તેમની આ કેસમાં ધરપકડ થઇ હતી. આ કેસમાં જામીન મળી ચૂકયા છે. ફરી એક વખત આ કેસમાં બીજી એક એફઆઇઆર નોંધાઇ છે.બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાએ જેલમાંથી બહાર આવ્યા બાદ પહેલી વખત પોતાનું નિવેદન રજૂ કર્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કેટલીય એવી વાતો કહી છે જેના પરથી ખબર પડે છે કે મીડિયામાં ફેલાયેલા સમાચારોથી તેઓ વિચલિત થઇ ચૂકયા છે. રાજ એ પહેલી વખત પોર્નોગ્રાફી કેસમાં પોતાનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના પરિવાર માટે ઘણો મુશ્કેલભર્યો રહ્યો છે. પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થયા બાદ હવે રાજ કુંદ્રાએ રાહતનો શ્વાસ લીધો છે. જામીન પર બહાર આવતા જ રાજ કુંદ્રાએ મીડિયાને આ મામલે દખલ ના કરવાની અને તેમની પ્રાઇવસીનું સમ્માન કરવાની અપીલ કરી છે.વધુમાં રાજ કુંદ્રાએ કહ્યું કે ટ્રોલિંગ/નકારાત્મકતા અને લોકોની ધૃણા વધતી જઇ રહી છે. હું શરમથી મારો ચહેરો છુપાવા માંગતો નથી પરંતુ આ નિરંતર મીડિયા ટ્રાયલની સાથે મારી ગોપનીયતામાં કોઇ દખલ ના કરે. મારી પ્રાથમિકતા હંમેશાથી મારો પરિવાર રહ્યો છે, આ મોડ પર બીજું કંઇ મારા માટે અગત્યતા ધરાવતું નથી. મારું માનવું છ કે દરેક વ્યક્તિને સમ્માનની સાથે જીવવાનો અધિકાર છે અને હું આ જ અનુરોધ કરું છું. આ સ્ટેટમેન્ટને વાંચવા માટે સમય નીકાળવા અને હવેથી મારી પ્રાઇવસીનું સમ્માન કરવા માટે ધન્યવાદ. રાજ કુંદ્રાએ પોતાનું સ્ટેટમેન્ટ રજૂ કરીને કહ્યું કે ઘણા બધા ચિંતન બાદ મને લાગે છે કે તમામ ભ્રામક અને બિન-જવાબદાર નિવેદનો અને કેટલાંય આર્ટિકલ્સ પર મારા મૌનને મારી કમજાેરી સમજી રહ્યા છે. હું કહેવા માંગું છું કે હું મારી લાઇફમાં કયારેય ‘પોર્નોગ્રાફી’ના પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશનમાં સામેલ નહોતો થયો. આ આખું પ્રકરણ બીજું કંઇ નહીં એક ઉૈંષ્ઠર ૐેહં છે. આ મામલો વિચારધીન છે આથી હું સ્પષ્ટતા કરી શકતો નથી પરંતુ આ કેસનો સામનો કરવા માટે તૈયાર છું અને ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ છે, જ્યાં સત્યની જીત થશે. જાે કે દુર્ભાગ્યથી મને મીડિયા અને મારા પરિવાર દ્વારા પહેલાં જ ‘દોષિત’ જાહેર કરી દેવાયો છે અને મને વિભિન્ન સ્તરો પર મારા માનવીય અને સંવૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન કરતાં સતત ખૂબ જ દર્દનો સામનો કરવો પડ્યો છે.

Related posts

सुशांत और भूमि पेडनेकर भी अब साथ-साथ दिखेगे

aapnugujarat

गुजरात के अक्षरधाम में हुए आतंकी हमले पर बनेगी फिल्म

editor

उद्धव सरकार पर कंगना का निशाना, कहा – गुंडों ने बार-रेस्टोरेंट्स खोले हुए हैं पर मंदिर नहीं

editor

Leave a Comment

UA-96247877-1