Aapnu Gujarat
રાષ્ટ્રીય

આંધ્ર પ્રદેશમાં ગુટખા પર એક વર્ષનો પ્રતિબંધ

રાજ્ય સરકારે ગુટખા તથા પાન-મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને એના ટ્રાન્સપોર્ટેશન તથા એના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં તમાકુ અને નિકોટિન તેમ જ અન્ય ચાવવાવાળાં તમાકુનાં ઉત્પાદનો સામેલ છે.રાજ્યમાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ની કલમ ૩૦ (૨) (છ)ની જાેગવાઈઓને લાગુ કરતા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
આ આદેશ ફૂડ સેફ્ટી ડિરેક્ટોરેટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિન, પબ્લિક હેલ્થ લેબોરેટરીઝ અને ફૂડ (હેલ્થ)ના કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો હતો. રાજ્યમાં તમાકુ પરનો પ્રતિબંધ સાત ડિસેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે, એમ વહીવટી તંત્રએ જણાવ્યું હતું.
હૈદરાબાદમાં ગેરકાયદે ડ્રગ્સ અને ગુટકાના સેવન અને વેચાણને ધ્યાનમાં રાખતાં હૈદરાબાદ કમિશનર ટાસ્ક ફોર્સે અફઝલગંજ પોલીસની સાથે મળીને ન્યુ ઓસમાનગંજ સ્થિત એક ગોદામમાં દરોડા પાડીને આશરે ૧૪૭૫ કિલોગ્રામના તમાકુનાં ઉત્પાદનો -જેની કિંમત રૂ. ૫૭,૦૭,૬૪૦ થતી હતી, એને જપ્ત કર્યો છે. આ તમાકુના જથ્થાની સાથે પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી.
આંધ્ર પ્રદેશમાં ૧૯૯૦ના દાયકામાં દર એક લાખની વસતિએ ૫૪ કેન્સરના દર્દીઓ હતા, પણ હાલ આંધ્ર પ્રદેશમાં દર એક લાખની વસતિએ ૭૫ કેન્સરના દર્દી નોંધાઈ રહ્યા છે. વળી, ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ૧૨ ટકા વધારો થવાનો અંદાજ છે.

Related posts

અનિયમિત વરસાદ અને ઓછી ઠંડીથી ઘઉંના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે

aapnugujarat

राहुल गांधी को सहारनपुर दौरे के लिए नहीं मिली मंजूरी

aapnugujarat

મહાબલેશ્વરમાં બસ ખીણમાં ખાબકી : ૩૩નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1