Aapnu Gujarat
ગુજરાત

કેવડીયા કોલોની ખાતે નર્મદા “શ્રમ અને સેવા શિબિર-૨૦૧૭-૧૮” યોજાશે : તા. ૧૫ મી ઓગષ્ટ સુધીમાં અરજીઓ મોકલવા સૂચના

રાજ્ય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નર્મદા દ્વારા યુવક/યુવતિઓ માટે ”નર્મદા શ્રમ અને સેવા શિબિર-૨૦૧૭-૧૮ નું આયોજન કેવડીયા કોલોની, જિ.નર્મદા ખાતે કરવામા આવનાર છે. વિશ્વની મોટામાં મોટી સિંચાઇ યોજના અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના વિકાસ કાર્યમાં રાજ્યના યુવાનો પોતાની શક્તિઓનું શ્રમદાન કરે અને પોતાની શક્તિઓનો સદ્ઉપયોગ કરે તે રીતે રાજ્યના અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશયથી આ શ્રમ-સેવા શિબિરનું આયોજન વિચાર્યુ છે. આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતુ શ્રમકાર્ય કરવામાં આવશે તથા નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન, ધ્વારા યુવાનોને નર્મદા શ્રમયજ્ઞ શિબિર માટે આમંત્રિત કરવામાં આવનાર છે.

આ વર્ષે “એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત નર્મદા શ્રમયજ્ઞ શિબિર માટે છત્તીસગઢના યુવાનોને પણ આમંત્રિત કરવામાં આવનાર છે. યુવક/યુવતિઓ કે જેઓ તા.૩૧/૦૫/૨૦૧૭ના રોજ ૧૫ થી ૩૫ વર્ષ ની વયમર્યાદા ધરાવતા હોય તેવા અને આ શ્રમકાર્યમાં જોડાવવા માંગતા હોય તેઓએ પુરૂનામ/સરનામું (આધારકાર્ડ/ચુંટણીકાર્ડ મતદાતા ઓળખકાર્ડ/ રાજ્ય, કેન્દ્ર સરકાર, શાળા, કોલેજ કે યુનિવર્સિટી દ્વારા અપાયેલ ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણિત નકલ, રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ, લાઇટબીલ, ગેસબીલ, ટેલીફોન બીલની નકલ સામેલ કરવી, જન્મ તારીખ (જન્મ તારીખના પ્રમાણપત્ર/શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ બિનચુક સામેલ કરવી), શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ. કે સ્કાઉટ ગાઇડ, હોમગાર્ડસ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃતિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, વાલીનો  સંમતિપત્ર, શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોક્ટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની માહિતી સાથેની નિયત નમુનામાં અરજી તા.૧૫/૦૮/૨૦૧૭ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ.નં.૨૧૭, બીજો માળ, રાજપીપળા, જિ.નર્મદાને મોકલી આપવા જણાવાયું છે. અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. જેની ખાસ નોંધ લેવી. પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે તેમજ તેમના આવવા-જવાનો પ્રવાસખર્ચ તથા ભોજન/નિવાસની વ્યવસ્થા સરકારશ્રી તરફથી કરવામાં આવશે, જેની પણ નોંધ લેવા જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી, રાજપીપલા, જિ. નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

૩૬ શહેરોમાં આજથી રાત્રિ કફ્ર્યૂ ૯થી સવારના ૬ રહેશે : મુખ્યમંત્રી

editor

અમદાવાદ એરપોર્ટ પરથી લોકોને ઈમોશનલ કરી પોતાની ટિકિટના પૈસા પડાવતા શખસની ધરપકડ

aapnugujarat

ગુજરાત : ભાજપ-કોંગ્રેસના તમામ ૨૬ ઉમેદવાર જાહેર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1