Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોઈપણ વેક્સીનને મંજૂરી આપતા પહેલા તેનું મૂલ્યાંકન જરૂરી છે : WHO

દુનિયામાં વેક્સીનના સૌથી મોટા ઉત્પાદક ભારતે પોતાના દેશની વસ્તીને વેક્સીન લગાવવા માટે તેમનો એક્સપોર્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. ગત મહિને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી કે ભારત વિદેશોમાં વેક્સીનની સપ્લાઈ ચાલુ કરશે.વિશ્વા આરોગ્ય સંસ્થા (ઉૐર્ં)નું ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૃપ ભારતમાં કોરોના વેક્સીનેશન કેમ્પેનમાં ઉપયોગ કરવામાં આવી રહેલી કોવેક્સીન વેક્સીનને લઈને એક મહત્ત્વની બેઠક કરવા જઈ રહ્યું છે. ૨૬ ઓક્ટોબરના રોજ થનારી આ બેઠકમાં કોવેક્સીનને ઇમરજન્સી યુઝ માટે લિસ્ટેડ કરવા પર વિચાર કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્ય સ્વામીનાથને આ જાણકારી આપી છે. સાથે જ વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે આખરે વેક્સીનને મંજૂરી આપવામાં મોડું કેમ થઈ રહ્યું છે? વિશ્વ આરોગ્ય સંસ્થાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે કોઈ પણ વેક્સીનને મંજૂરી આપવા પહેલા તેનું મૂલ્યાંકન કરવાનું હોય છે કે વેક્સીન સુરક્ષિત અને પ્રભાવી છે કે નહીં. આ મૂલ્યાંકનની પ્રોસેસને સાઈડ પર કરી શકાય નહીં. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ કોઈ પણ વેક્સીનને મંજૂરી આપવાની પ્રક્રિયાની સ્પીડ, વેક્સીન બનાવનારી કંપની તરફથી ઉપલબ્ધ કરાવવાની સ્પીડ પર ર્નિભર હોય છે. જેટલી જલદી વેક્સીનના ડેટા સાથે જાેડાયેલી જાણકારીઓ અને બધા સવાલોના જવાબ મળી જાય છે એટલી જલદી મંજૂરી આપવાની પ્રક્રિયા પણ થઈ જાય છે. કોવેક્સીનનું નિર્માણ કરનારી કંપની ભારત બાયોટેકે આ વેક્સીન માટે ૧૯ એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાને એક્શન ઓફ ઇન્ટરેસ્ટ સોંપ્યું હતું. એ સિવાય ભારત બાયોટેક સતત વિશ્વ આરોગ્ય સંસ્થાને ડેટા આપી રહ્યું છે અને આજે વધારાના ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પહેલા સૌમ્ય સ્વામીનાથને રવિવારે ટ્‌વીટ કરી હતી કે કોવેક્સીનને ઇમરજન્સી યુઝ માટે લિસ્ટેડ કરવા પર વિચાર કરવાના ઉદ્દેશ્યથી ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૃપ ૨૬ ઓક્ટોબરે બેઠક કરશે. તેમણે ટ્‌વીટ કરી કે વિશ્વ આરોગ્ય સંસ્થા દસ્તાવેજાેને પુરા કરવા માટે ભારત બાયોટેક સાથે નજીકતાથી મળીને કામ કરી રહી છે. અમારું લક્ષ્ય ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂર વેક્સીનનો એક વ્યાપક પોર્ટફોલિયા રાખવાનો અને બધી જગ્યાઓની વસ્તી સુધી તેની પહોંચનો વિસ્તાર કરવાનો છે. હાલમાં ભારત બાયોટેકે કહ્યું હતું કે તેમના ઇમરજન્સી ઉપયોગના ઉદ્દેશ્યથી લિસ્ટેડ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાને કોવેક્સીન સાથે જાેડાયેલા બધા આંકડા આપી દીધા છે અને તે વૈશ્વિક સ્વાસ્થ્યની દેખરેખ સંસ્થા પાસેથી જવાબ મળવાની રાહ જાેઈ રહી છે.

Related posts

ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે ઐતિહાસિક મિટિંગ

aapnugujarat

સૂર્યને નજીકથી જાણવા ગયેલા યાને પ્રથમ યાત્રા કરી પૂરી : નાસા

aapnugujarat

Taliban mortars attack at busy market in Afghanistan’s northern Faryab, 14 died, 30 injured

aapnugujarat

Leave a Comment

UA-96247877-1