Aapnu Gujarat
રાષ્ટ્રીય

PM MODI ગુજરાતથી ચૂંટણી લડશે તો તેઓ જરૂરથી હારશે : RAKESH TIKAIT

મહાપંચાયતની સાથે જ એસકેએમએ મિશન યૂપીને પણ લોન્ચ કર્યું છે અને ભાજપની ચૂંટણીની સંભાવનાઓને નુકસાન પહોંચાડવાની જાહેરાત કરી છે. મહાપંચાયતમાં પોતાના સંબોધનમાં બીકેયૂ નેતાએ કહ્યું કે પીએમ મોદીએ યૂપીથી ચૂંટણી ન લડવી જાેઈએ પણ ગુજરાતથી પોતાનું ભાવિ અજમાવવું જાેઈએ. આ રીતેના નિવેદન પાછળ તર્ક અને જરૂરિયાતનું કારણ પૂછતાં ટિકૈતે કહ્યું કે પીએમ મોદી જાે ગુજરાતથી ચૂંટણી લડશે તો તેઓ હારી જશે. તેઓએ ગુજરાતને નષ્ટ કરી દીધું હતું, તેઓએ તેને પોલિસ રાજ્યમાં બદલી દીધું છે.તેઓએ કહ્યું કે આ દેશની સંસદ બહેરી થઈ ચૂકી છે. સ્વાબાવિક છે કે નાગરિકોએ સડક પર ઉતરવું પડશે અને સુનિશ્ચિત કરવું પડશે કે કેન્દ્ર અમારી માંગને સાંભળે.ટિકૈતે કૃષિ ક્ષેત્રમાં તાકાત બતાવવાની આવશ્યકતા પર ભાર મૂકતા કહ્યું કે અમે સરકારને તો તેમના પક્ષમાં મતદાન કરવા કે પોતાના વોટ બેંકને ઘટાડીને અમારી માંગો સાંભળવાનું કહી શકીએ છીએ. આ સરકાર ખેડૂતોની વાત સાંભળી રહી નથી આ માટે અમે તેમની ચૂંટણીની સંભાવનાઓ પર મુશ્કેલી સર્જીશું.સંયુક્ત કિસાન મોર્ચાએ ગઈકાલે પશ્ચિમી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ઐતિહાસિક ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું. ખેડૂત નેતાએ મંચથી આવનારી ચૂંટણીમાં રાજ્ય અને દેશમાં ક્યાંયથી પણ હટાવવાનો ર્નિણય કર્યો છે. મહાપંચાયતમાં ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત છવાયેલા રહ્યા. ઘરની પાસે થઈ રહેલા આયોજન પછી પણ તેઓ મહાપંચાયતને ખતમ થયા બાદ તરત પોતાના ગૃહ જિલ્લામાં ન રહીને ગાઝીપુરના આંદોલનમાં સામેલ થવા પહોંચ્યા. મહાપંચાયતના બાદ રાકેશ ટિકૈતે કેટલીક વાતો કહી.

Related posts

જુમલાબાજીથી ખેડૂતોની આવક બે ગણી થશે નહીં

aapnugujarat

કારનું ટાયર ફાટવું એક્ટ ઓફ ગોડ નથી : BOMBAY HIGH COURT

aapnugujarat

राजनाथ सिंह सहित 10 दिग्गजों ने अब तक नही दिया चुनाव खर्च ब्यौरा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1