Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દેશ ચલાવવા તાલિબાન શૂરા-કમિટી બનાવશે

શૂરા અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ એક કમિટી થાય છે, જે સલાહ અને માર્ગદર્શન પૂરાં પાડે છે. અત્યારે કોઇપણ ઇસ્લામિક દેશમાં સંપૂર્ણપણે શૂરા લાગુ કરાયો નથી. હા, ઘણા દેશો એવા છે, જ્યાં આનું અસ્તિત્વ છે, પરંતુ ત્યાં એના આદેશને સંપૂર્ણપણે આચરણમાં લેવાય એવો ગણાતો નથી. ૧૯૯૦ના દશકામાં ક્વેટા કરીને એક શબ્દ હતો, જે ઘણો પ્રચલિત હતો. આમ જાેવા જઇએ તો તાલિબાનના ઘણા નેતા પાકિસ્તાન સાથે જાેડાયેલા છે અને તેમના ક્વેટા શહેર સાથે ઘણા સારા સંબંધો પણ છે. આવા નેતાઓ અહીં બેસીને આદેશો આપતા હોવાથી આને ક્વોટા શૂરા કહેવામાં આવે છે. અશરફ ગની અને હામિદ કરઝઈએ પણ આનો ઉલ્લેખ કર્યો, પરંતુ પાકિસ્તાન ક્વેટા શૂરાના અસ્તિત્વને નકારી રહ્યું હતું. ઘણા દેશોમાં આંશિક અથવા પ્રતીકાત્મક રૂપે શૂરા કાઉન્સિલ કાર્યરત છે. તેમનું કામ સરકાર અથવા શાસનવ્યવસ્થાને સલાહ આપવાનું હોય છે. આ કાઉન્સિલનાં નામોનો પ્રયોગ પણ વિવિધ રૂપે કરવામાં આવે છે. પાકિસ્તાની સંસદને મજલિસ-એ-શૂરા પણ કહેવાય છે. મિસ્ત્રમાં સંસદના ઉચ્ચ સદનને શૂરા કાઉન્સિલ કહેવાય છે. ઈન્ડોનેશિયામાં પણ આવી જ પરિસ્થિતિ છે. સાઉદી અરબમાં રાજાશાહી છે, પરંતુ ત્યાં પણ એડવાઇઝરી કાઉન્સિલ રૂપે શૂરા કાઉન્સિલ કાર્યરત છે. ઓમાનમાં પણ આ પ્રમાણે વ્યવસ્થા છે. શૂરા કાઉન્સિલ ત્યાં સલાહ-સૂચન આપી શકે છે, પરંતુ સુલતાન ઇચ્છે તો આનું પાલન કરવા માટે પણ મનાઈ ફરમાવી શકે છે. કતારમાં પણ શૂરા કાઉન્સિલ છે. ઈરાનમાં પણ શૂરા વ્યવસ્થા છે. જાેકે મોટા ભાગે મુસ્લિમ દેશોમાં શરિયાત સાથે જાેડાયેલી વાતોને કાયદાકીય રૂપ આપી અમલમાં મુકાય છે. આને લિગલ સિસ્ટમનો ભાગ બનાવાયો છે. અફઘાનિસ્તાન પર તાલિબાન શાસન અને અમેરિકન સૈન્ય પરત ફર્યા પછી કાબુલમાં તાલિબાને નવી સરકાર રચવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે. તાલિબાને ઘણીવાર કહ્યું હતું કે તે દેશની વસતિ અને અન્ય વસાહતોને સરકારમાં જગ્યા આપવા માગે છે, પરંતુ અત્યારસુધી આ મુદ્દે યોગ્ય દિશા મળી શકી નથી. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે, તાલિબાન એક શૂરા કાઉન્સિલની સહાયતાથી દેશની શાસન વ્યવસ્થાનું નિર્માણ કરવા ઇચ્છે છે અને એના માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેમાં એક વડાપ્રધાન અને કેબિનેટ પણ હશે, જે સરકારનાં કાર્યોને યોગ્ય દિશા સૂચવશે. ઈરાનની જેમ એક સુપ્રીમ લીડર પણ હોઇ શકે છે. તાલિબાનના શાસનમાં શૂરા સૌથી શક્તિશાળી હશે, જેનું નેતૃત્વ પણ તાલિબાન જ કરશે. તાલિબાનના વડા શેખ હિબતુલ્લાહ અખુંદઝાદા સુપ્રીમ લીડર રહેશે, જેમાં એક વડાપ્રધાન પણ હશે, જેમને રઈસ-ઉલ-વજીરા કહેવાશે. તેમની પાસે કેબિનેટ પણ હશે, જે શૂરા હેઠળ કામ કરશે. વિવિધ પ્રાંતોમાં કેવી રીતે સરકારની રચના કરવા મુદ્દે હજુ ઘણી અસમંજસ રહેલી છે. અહીં ન્યાયિક વ્યવસ્થાને પણ ઊંડાણપૂર્વક અને કડક દેખરેખ હેઠળ લાગુ કરાશે. એવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે આના માટે શરિયા કાયદાઓની સહાયતા લેવાશે.

Related posts

ब्रिटेन-जापान ने द्विपक्षीय मुक्त व्यापार समझौते पर किया हस्ताक्षर

editor

ઇરાન-ઇરાક ભૂકંપ : મોતનો આંક ૪૬૦થી ઉપર પહોંચ્યો

aapnugujarat

સાવ કંગાળ થઈ ગયું પાકિસ્તાન, પેટ્રોલ ડિઝલના પણ પડી ગયા છે ફાંફા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1