Aapnu Gujarat
બિઝનેસ

ભારતમાં ટોપગિયરમાં દોડી રહ્યું છે સ્વદેશી કારનું બજાર

દુનિયાના સૌથી મોટા ૭ કાર બજારમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં વર્ષન પ્રથમ પાંચ મહિનામાં કારના વેચાણના આંકડાની વૃદ્ધિ બે અંકોમાં જોવા મળી છે. સાથે જ ભારત વિશ્વનું સૌથી મોટું પાંચમું યાત્રી વાહન બજાર બન્યું છે. જેની ગતિ જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન ૧૧ ટકા રહી હતી. ભારતીય કાર બજારની ૧૧.૩૪ ટકાનો વધારાના કારણે મારૂતિ સૂઝૂકી, હુંડાઇ અને ટાટા મોટર્સ વગેરે કંપનીઓએ શાનદાર પ્રદર્શન રહ્યું હતું. જૂનમાં જીએસટીને કારણે તેની ગતિ ધીમી પડી હતી. પરંતુ તહેવારની સિઝનમાં અને સારા વરસાદને કારણે બીજા છમાસિક ગાળામાં કાર બજારમાં ઉછાળો આવશે. તો બીજી તરફ દુનિયાના બે શીર્ષ બજારો ચીન અને અમેરિકાના બજારમાં ઘટાડો નોંધાયો હતો. ભારત બાદ જાપાનની ગતિ સૌથી વધુ રહી છે. જાપાન વિશ્વનું ત્રીજું બજાર બન્યું છે. ગત વર્ષે ઘરેલું કાર બજારમાં ૭ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી હતી અને ૨૯.૬ લાખ વાહનોનું વેચાણ થયું હતું. ચીનમાં ગત વર્ષે ૧૫ ટકાની ઝડપથી ૨.૪૩૭ કરોડ યાત્રી વાહનો વેચાયા હતા. જ્યારે અમેરિકામાં ૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે ૨૦૨૦ સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર બનીન બહાર આવશે.

Related posts

२१०० कंपनियों ने चुका दिए ८३००० करोड़ रुपये के बैंक लोन

aapnugujarat

સેંસેક્સ ૬૪ પોઈન્ટ ઘટી ૩૫૫૯૩ની સપાટીએ પહોંચ્યો

aapnugujarat

આગામી એક-બે વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં ઘટાડો થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1