Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેગાસસ કેસ : સુપ્રીમે કેન્દ્રને ફટકારી નોટિસ

પેગાસસ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કેન્દ્ર સરકારને નોટિસનો જવાબ ૧૦ દિવસમાં આપવો પડશે. પેગાસસ જાસૂસી કેસમાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી હાથ કરી હતી, જે દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, “ગઈકાલે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરાયેલ સોગંદનામું પૂરતું છે. પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તમામ અરજીઓ જાણવા માગે છે કે સરકારે પેગાસસનો ઉપયોગ કર્યો છે કે નહીં. પરંતુ સામાન્ય રીતે સરકાર આવા સોફ્ટવેરનો ઉપયોગ કરતી નથી અને તે સુપ્રીમ કોર્ટથી કંઈ છુપાવતી નથી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલાની તપાસ માટે સરકાર દ્વારા જવાબદાર નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે કોર્ટને એવી પણ વિનંતી કરી કે મીડિયા રિપોર્ટના આધારે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી આવી અરજીઓને વધુ સનસનાટીભરી ન બનાવવી જાેઈએ.
બીજી બાજુ, તુષાર મહેતાના શબ્દોના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અરજીઓની માંગ પર નથી જઈ રહ્યા. અમે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દામાં પણ જતા નથી. અહીં મુદ્દો એ છે કે શું પેગાસસનો વ્યક્તિગત ઉપયોગ થયો છે. અમે તમારા ઇરાદા પર શંકા નથી કરતા. અમે આ મામલે તમને નોટિસ આપી રહ્યા છીએ અને સરકાર અને સંબંધિત એજન્સીએ આ અંગે જવાબ આપવો જાેઈએ.
તુષારે કહ્યું કે ઘણા દેશોમાં આવા સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે થાય છે. કોર્ટે નિષ્ણાતોની સમિતિનો અહેવાલ જાેવો જાેઈએ. તે પછી તમે જે ઇચ્છો તે ર્નિણય લો. સોલિસિટર જનરલે કહ્યું કે સરકાર એક સમિતિ બનાવી રહી છે, સમિતિએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવો જાેઈએ. સીજેઆઇએ કહ્યું કે અમે આ મામલે નોટિસ આપવાનું વિચારી રહ્યા છીએ, પછી અમે નક્કી કરીશું કે સમિતિ બનાવવી કે બીજું કંઇક કરવું, જાે તમારે કંઇક કરવું હોય તો તમે કરી શકો, અમે તમારી સમિતિની વિરુદ્ધમાં નથી.

Related posts

Covid-19: ‘Gujarat model exposed’ RaGa slams Centre

editor

1 arrested by Delhi police that he was planning to commit armed robberies

aapnugujarat

બે આંકમાં જીડીપી ગ્રોથને લઇ જવાની દિશામાં કામ જરૂરી છે : વડાપ્રધાન મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1