Aapnu Gujarat
રમતગમત

મિતાલીના જીવન પર ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ

ભલે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ પોતાની ટીમને વિશ્વ ચેમ્પિયન બનાવી ન શકી, પરંતુ તેની સ્ટારડમ દિવસેને દિવસે વધી રહી છે. વર્લ્ડ કપમાં સૌથી વધારે રન કરનારની લિસ્ટમાં ૪૦૯ રનની સાથે મિતાલી બીજા ક્રમે છે, જ્યારે વર્લ્ડ કપ દરમિયાન વનડે ક્રિકેટમાં સૌથી વધારે કરનાર મહિલા ક્રિકેટર બની. સૂત્રોનુસાર, મિતાલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પગલે ચાલી રહી છે.
હાલમાં ક્રિકેટર્સ પર ફિલ્મ બનાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંડુલકરના જીવન પર ફિલ્મ બની ચૂકી છે. આ લિસ્ટમાં હવે મિતાલી રાજનું નામ પણ જોડાઇ રહ્યુ છે. રાજસ્થાનમાં જન્મેલી ૩૪ વર્ષીય મિતાલીના જીવન પર ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ તેમનો પોર્ટફોલિયો જોનારી કંપની મેડલિન સ્પોટ્‌ર્સને મળ્યો છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યુ કે, મિતાલી અને હરમનપ્રીત કૌર માટે છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ પ્રસ્તાવ મળી રહ્યા છે. એક પ્રોડક્શન હાઉસે ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજ પર બાયોપિક બનાવવાની ઇચ્છા વ્યકત કરી છે.
જ્યારે એક પબ્લિશંગ હાઉસે તેની ઑટોબાયોગ્રાફીના પ્રકાશનના અધિકાર ખરીદવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. મિતાલી વર્લ્ડ કપની ટૂર્નામેન્ટ દરમિયાન એક નૉવેલ વાંચતી જોવા મળી હતી અને તેની આ ટ્રિક કામ આવી અને વર્લ્ડ કપમાં સૌથી વધારે રન કરનાર બીજી બેટ્‌સમેન બની.આ સિવાય મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરને કેટલાક કૉર્પોરેટ હાઉસ તરફથી એડ માટે પણ ઑફર્સ આવી રહી છે. જેમાં ટૂવ્હીલર અને રિયલ એસ્ટેટની જાણીતી કંપનીઓ સામેલ છે. આ દરેક કંપનીઓ આ પ્લેયર્સને પોતીની બ્રાન્ડ એમ્બેસ્ડર બનાવવા ઇચ્છે છે.

Related posts

ધોનીનું પદ્મ ભૂષણની સાથે સન્માન થયું

aapnugujarat

કિંગ્સ ઇલેવન અને સનરાઇઝ વચ્ચે રોચક જંગનો તખ્તો તૈયાર

aapnugujarat

કોહલીની બ્રાન્ડ સંખ્યા ઘટી પરંતુ આવકમાં વધારો થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1