Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુએસ કેટલીક કેટેગરીમાં એચ-૧બી વિઝાની અરજીની પ્રક્રિયામાં ઝડપ લાવશે

એચ-૧બી વિઝાને લઇને એક સારા સામાચાર છે. યૂએસ કેટલીક કેટેગરીમાં એચ-૧બી વિઝાની અરજીની પ્રક્રિયામાં ઝડપ લાવશે. જ્યાં આઇટી સેક્ટરની નોકરીઓ મુશ્કેલીમાં હતી ત્યાં આવેલા સમાચાર અનુસાર આઇટી પ્રોફેશનલને રાહત આપનારી છે. એચ-૧બી વિઝાની મદદથી વિદેશી નાગરિક અમેરિકામાં નોકરી કરી શકશે.  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ચૂંટણી કેમ્પન દરમિયાન આ વિઝા પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ એપ્રિલમાં આ અંગે કડક નિયમો લેવામાં આવ્યા હતા અને પ્રીમિયમ પ્રક્રિયાને ૬ મહિના સુધી રોકવામાં આવી હતી. યૂએસ સિટિઝનશિપ એન્ડ એમીગ્રેશન સર્વિસ તરફથી જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં આ અંગે વાત કરવામાં આવી છે કે પ્રીમિયમ પ્રક્રિયા હેઠળ ૧૫ દિવસમાં વિઝા મળી જતા હતા, પરંતુ તેના વગર વિઝા મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી.  અમેરિકન કંપનીઓ બીજા દેશોમાં આવનારા ટેલેન્ટને કામ કરનારા લોકોને આ વિઝાના આધારે બોલાવે છે, પરંતુ પ્રીમિયમ પ્રક્રિયા બંધ થયા બાદ આઇટી સેક્ટરને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકામાં ચૂંટણી દરમિયાન ‘અમેરિકન ફર્સ્ટ’ના નારા લગાવવામાં આવ્યા હતા. અમેરિકન કંપની મોટેભાગે આ વિઝાનો ઉપયોગ ગ્રેજ્યુએટ સ્તરના કર્મચારીઓ કે જે આઇટી, મેડિકલ, એન્જિનયરિંગ જેવા સેક્ટરમાં કામ કરવા માંગે છે. આ વિઝા પર આવેલા કડક નિયમોથી સૌથી વધારે સમસ્યા ભારતના આઇટી પ્રોફેશનલ્સને ઉઠાવવી પડી હતી.

Related posts

पाकिस्तान में अंतरराष्ट्रीय किडनी रैकेट का भंडाफोड़

editor

UN chief expresses concern on Rohingya crisis in Myanmar

aapnugujarat

उ. कोरिया ने छोटी दूरी की दो बैलिस्टिक मिसाइलें दागीं : द. कोरिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1