Aapnu Gujarat
મનોરંજન

ગાંગુલીના જીવન પર બનશે ફિલ્મ

આખરે દાદા માની ગયા છે. સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિક માટે મંજૂરી આપી દીધી છે. પૂર્વ ભારતીય કેપ્ટનની જિંદગી પર બનનારી આ બોલીવુડ ફિલ્મ મેગા બજેટ હશે. સૂત્રો પ્રમામે બાયોપિકનું નિર્માણ એક મોટા બેનર હેઠળ થશે. ફિલ્મ મેકર્સે ૨૦૦થી ૨૫૦ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે.
એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં સૌરવ ગાંગુલીએ કહ્યુ- હાલ ડાયરેક્ટરનું નામ જણાવવું સંભવ નથી. બધી વસ્તુ નક્કી થવામાં હશે થોડા દિવસ લાગશે. પ્રોડક્શન હાઉસ તરફથી ગાંગુલી સાથે ઘણા તબક્કામાં બેઠકો થઈ ચુકી છે. હાલમાં સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.તમારા મનમાં પણ આ સવાલ આવ્યો હશે. રણવીર કપૂરનું નામ સૌથી આગળ ચાલી રહ્યુ છે. વાત લગભગ નક્કી થઈ ગઈ છે. ખુદ ગાંગુલીએ તેના નામનો ઉલ્લેખ કર્યો, પરંતુ બે અન્ય સ્ટાર્સ રેસમાં છે. ક્રિકેટર બનવાથી લઈને કેપ્ટનશિપ અને પછી બીસીસીઆઈ અધ્યક્ષ સુધીની સફર ફિલ્મમાં દેખાડવામાં આવશે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે વિશે હજુ કહી શકાશે નહીં. બોલીવુડના ઈતિહાસમાં એમએસ ધોની પર બનેલી બાયોપિક બ્લોકબસ્ટર સાબિત થઈ હતી, જેણે કમાણીના બધા રેકોર્ડ તોડી દીધા હતા. પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનની જિંદગી પર પણ ફિલ્મ બની ચુકી છે. સચિન તેંડુલકરના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી મૂવી આવી છે. હાલના સમયમાં ૧૯૮૩ વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ પર ફિલ્મ બની તૈયાર થઈ ચુકી છે. જેમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છે. કોરોનાને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ નથી. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી જેવી મહિલા ક્રિકેટરોની બાયોપિક પર કામ ચાલી રહ્યું છે. સૌરવ ગાંગુલીની બાયોપિક પર પહેલા સમાચાર આવ્યા હતા પરંતુ દાદા આ વાતોને નકારી દેતા હતા. પ્રી પ્રોડક્શન કામ પૂરુ થયા બાદ શૂટિંગ શરૂ થઈ જશે. એટલે હવે ભારતીય ક્રિકેટના એક દિગ્ગજ કેપ્ટન સિલ્વર સ્ક્રીન પર જાેવા મળશે.

Related posts

बांबे हाई कोर्ट ने पायल घोष से पूछा

editor

એક્ટર અને વિલન મહેશ આનંદે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ

aapnugujarat

અર્નબ ગોસ્વામીની ધરપકડ પર સમર્થન કરનારા પર ભડકી સિંગર સોના મોહાપાત્રા

editor

Leave a Comment

UA-96247877-1