Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાની ત્રીજી લહેર અંગે પીએમ મોદીએ ચેતવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, હિલ સ્ટેશનો પર માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર ભારે ભીડનું ઉમટવું ચિંતાનો વિષય છે. કોવિડ-૧૯ ફેલાવવાના વધુ જાેખમવાળા વિસ્તારોમાં રસીકરણ પર વધુ ભાર આપવાની જરૂર છે.
પીએમ મોદીએ કહ્યું કે, પૂર્વોત્તરના કેટલાક જિલ્લામાં કોવિડ-૧૯ની સ્થિતિ ચિંતાજનક છે. આવામાં સતર્ક રહેવા અને વાયરસ ફેલાવો રોકવા માટે ઝડપથી પગલા ભરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે, પહાડી પર્યટન સ્થળો પર વગર માસ્ક અને સામાજિક અંતરનું પાલન ન કરતાં ભારે ભીડ ભેગી થવી ચિંતાજનક છે.
પીએમ મોદીએ કહ્યું કે, હું ભાર આપીને કહીશ કે હિલ સ્ટેશનો અને માર્કેટ્‌સમાં વગર માસ્ક અને પ્રોટોકોલનું પાલન કર્યા વગર ભારે ભીડ ઉમટવી યોગ્ય નથી. આ ચિંતાનું કારણ છે. તે સમજવું જરૂરી છે કે ત્રીજી લહેર પોતે નહીં આવે. ઘણી વખત લોકો પૂછે છે કે ત્રીજી લહેરનો સામનો કરવાની તમારી શું તૈયારી છે. હવે આપણે તે વિચારવાની જરૂર છે કે ત્રીજી લહેરને કેવી રીતે રોકવાની છે. કોરોના એવી વસ્તુ છે, જે પોતે આવતી નથી. આથી સાવચેત રહેવાની જરૂર છે.
પીએમ મોદીએ કહ્યું કે, થર્ડ વેવને રોકવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. વાયરસના ફેલાવાને રોકવા માટે નાના પાયે કડક પગલાં લેવાની જરૂર છે. કોરોનાના જુદા-જુદા વેરિયન્ટથી પેદા થયેલા ખતરાને લઇને પીએમ મોદીએ કહ્યું કે, આપણે કોવિડના પ્રત્યેક સ્વરૂપ પર નજર રાખવાની જરૂર છે. આવા બદલાતા સંજાેગોમાં નિવારણ અને સારવાર અત્યંત મહત્વપૂર્ણ છે.

Related posts

એન્ટીગુઆની નાગરિકતા માટે ૨૮ લોકોએ કરેલી અરજી

aapnugujarat

मुस्लिम महिलायें अब नये भारत के निर्माण में अहम भूमिका निभायेंगी : तिवारी

aapnugujarat

Modi govt made an impossible a possible by removing Article 370 : Smriti Irani

aapnugujarat

Leave a Comment

UA-96247877-1