Aapnu Gujarat
રમતગમત

પરાજય છતાં મોદીએ મહિલા ક્રિકેટ ટીમને બિરદાવી, ‘મને ટીમ પર ગર્વ’

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ૯ રને પરાજય થયો હતો. જીત માટે ૨૨૯ રનના પડકાર સામે ભારતીય ટીમ ૪૮.૪ ઓવરમાં ૨૧૯ રને ઑલઆઉટ થઈ હતી. પરાજય છતાં દેશની દીકરીઓની મહેનતને વડાપ્રધાન મોદીએ બિરદાવી ટિ્‌વટર લખ્યું હતું, ‘આજની રમતમાં આપણી મહિલા ખેલાડીઓએ ઉત્તમ રમત રમી હતી. આ રમતમાં ટીમે તેમની દ્રઢતા અને કુશળતા બતાવી હતી. મને મહિલા ક્રિકેટ ટીમ પર ગર્વ છે.’ભારતીય ક્રિકેટની દીકરીઓ તમે હાર્યાં છો પણ સિંહણોની જેમ. એવું તે શું થયું કે સેમિફાઇનલમાં ૧૧૫ બોલમાં ૧૭૧ રન કરનારી હરમનપ્રીત ફાઇનલમાં અર્ધશતક બનાવી શકી? શું થયું કે પૂનમ રાઉતના ૮૬ રન પણ કામ નથી આવ્યા? તમે ખૂબ લડ્યા છો તો પણ હારી ગયા, પણ હાર આગામી વખત જીતમાં જરૂર બદલાઈ જશે. એટલે રડો નહીં, તમે અત્યારે પણ મહાન છો. કેપ્ટન મિતાલી રાજે પણ કહ્યું છે કે મારી દીકરીઓ પર મને અત્યારે પણ ગર્વ છે.
પહેલા ઓપનીંગ બેટ્‌સવુમન પુનમ રાઉતે ૧૧૫ બોલમાં શાનદાર ૮૬ રન કરીને ભારતને જીતની નજીક પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે હરમનપ્રીત કૌરે ૫૧ રન ફટકાર્યા હતા. ભારતની સ્ટાર બોલર ઝુલન ગોસ્વામીએ ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ લીધી હતી. અંતિમ ૬.૫ ઓવરમાં માત્ર ૨૮ રનમાં ભારતની સાત વિકેટ પડી હતી.
દેશભરમાં લાખોની સંખ્યામાં લોકોએ દિવસભર મેચનું જીવંતપ્રસારણ નિહાળ્યું હતું.લોર્ડઝમાં થયેલા પરાજય સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું ૪૪ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન રોળાયું હતું. છેલ્લે ૨૦૦૫માં ભારતીય મહિલાઓ વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચી હતી. યજમાન ઇંગ્લેન્ડે ચોથી વખત વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. અગાઉ ૨૦૦૯માં ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. અત્યાર સુધી માત્ર ત્રણ ટીમ વર્લ્ડ કપ જીતી શકી છે. ઓસ્ટ્રેલિયા વખત, ઇંગ્લેન્ડ ચાર વખત અને ન્યૂઝીલેન્ડે એક વખત વર્લ્ડ કપ જીત્યો છે. ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૨૮ રન કર્યા હતા. ભારતીય ટીમે માત્ર ૪ વિકેટ ગુમાવીને ૨૯૧ રન કરી દીધા હતા. સ્કોરે પૂનમ રાઉત ૮૬ રન આઉટ થઈ હતી. અને મેચનો ટર્નિંગ પોઇન્ટ હતો. પછી ૨૮ રનમાં ભારતે સાત વિકેટ ગુમાવી હતી અને સમગ્ર ટીમ ૨૧૯ રને ઑલઆઉટ થઈ હતી.

Related posts

આઇપીએલ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જશે

aapnugujarat

Gambhir expressed happiness over inclusion of Sanju Samson in team against Bangladesh

aapnugujarat

रोहित शर्मा ICC के ‘गोल्डन बैट’ से सम्मानित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1