Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્‍ધ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજ્યમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ગૃહ વિભાગ દ્વારા તા. ૯-૬-૨૦૨૧ ના રોજ કરવામાં આવેલ નવા હુકમ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોવિડ-૧૯ સબબ કેટલાક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.

જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન. ડી. ઝાલાએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના તમામ વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો ફરમાવ્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.૧૦-૭-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન અઠવાડીક ગુજરી, બજાર, હાટ, કટીંગ સલુન, બ્યુટી પાર્લર, તમામ દુકાનો, વાણીજયક સંસ્થાઓ, લારી- ગલ્લાઓ તેમજ અન્ય વ્યાપારિક ગતીવિધી સાથે સંકળાયેલ માલિકો અને કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા એકમો ચાલુ રાખી શકાશે નહીં, જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે, જાહેર બાગ – બગીચા રાત્રીના ૯-૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે, આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૦૦ વ્યકિતઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.

આ ઉપરાંત અંતિમ ક્રિયા-દફનવિધિ માટે મહત્તમ ૪૦ વ્યકિતઓની મંજુરી રહેશે, તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો ખુલ્લામાં મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળો પર ક્ષમતાના ૫૦% વ્યક્તિઓની મર્યાદામાં કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકાશે, IELTS તથા TOEFET જેવી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે યોજી શકાશે, વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે, પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ – સ્પોર્ટસ સ્ટેડીયમ – સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે, પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે, સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ અને મનોરંજન સ્થળો મહત્તમ ૫૦% કેપીસીટીમાં ચાલુ રાખી શકાશે

વધુમાં જણાવ્યા મુજબ અન્ય રાજ્યોમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરતા મુસાફરોને RT-PCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે, તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ આ સમયગાળા દરમિયાન કોવિડ સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અન્ય સૂચનાઓ યથાવત રહેશે અને તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Related posts

૧૫મી મે સુધીમાં ૧૩૪૬૯ ગામડાઓનું વીજળીકરણ થયું

aapnugujarat

રાજ્ય સરકારનો નવરાત્રીને લઈ મહત્વનો નિર્ણય

editor

અદાણી એરપોર્ટ પર ૧ એપ્રિલથી પાર્કિંગનો સમય ઓછો અને ચાર્જ વધુ

editor

Leave a Comment

UA-96247877-1