Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વિશ્વમાં કોરોના મહામારીએ ૩૮.૬ લાખ લોકોનો લીધો ભોગ

કોરોના મહામારીનાં કારણેે સમગ્ર વિશ્વ આજે હેરાન પરેશાન થઇ ગયુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન, વિશ્વવ્યાપી કોવિડ-૧૯ નાં કેસો વધીને ૧૭.૮૪ કરોડ થઇ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૩૮.૬ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે, હાલમાં વિશ્વભરમાં કોરોનાનાં કેસો અને મૃત્યુઆંકની કુલ સંખ્યા અનુક્રમે ૧૭,૮૪,૨૪,૬૭૪ અને ૩૮,૬૪,૪૪૨ થઇ ગયા છે. સીએસએસઈ અનુસાર, અમેરિકામાં વિશ્વનાં સૌથી વધુ કેસ અને મૃત્યુ થયા છે. આ દેશ સૌથી વિકસિત હોવા છતા પણ અહી કોરોનાનું તાંડવ જાેવા મળ્યુ હતુ. અમેરિકામાં કોરોનાનાં સૌથી વધુ ૩,૩૫,૪૧,૮૪૯ કેસ અને ૬,૦૧,૮૨૬ મોતનાં આંકડા નોંધાયા છે. વળી જાે ભારતની વાત કરીએ તો, અમેરિકા બાદ સૌથી વધુ કેસ મામલે ભારત જ આવે છે. જ્યા ૨,૯૮,૮૧,૭૭૨ કેસ સામે આવી ચુક્યા છે.
સીએસએસઈનાં આંકડા મુજબ, ૩૦ લાખથી વધુ કેસ ધરાવતા અન્ય દેશોમાં બ્રાઝિલ (૧૭,૯૨,૭,૯૨૮), ફ્રાંસ (૫૮,૧૯,૦૮૮), તુર્કી (૫૩,૭૦,૨૯૯), રશિયા (૫૨,૫૫,૨૧૪), યુકે (૪૬,૪૬,૦૬૭), આજેર્ન્ટિના (૪૨,૬૮,૭૮૯), ઈટાલી (૪૨,૫૨,૯૭૬), કોલમ્બિયા (૩૯,૪૫,૧૬૬), સ્પેન (૩,૭૫૭,૪૪૨), જર્મની (૩૭,૩૦,૧૨૬) અને ઈરાન (૩૦,૯૫,૧૩૫) છે. ૫૦૧,૮૨૫ નંબર સાથે કોરોનાથી થતા મૃત્યુનાં મામલામાં બ્રાઝિલ બીજા ક્રમે છે. ભારતમાં (૩,૮૬,૭૦૮), મેક્સિકો (૨,૩૧,૧૫૧), યુકે (૧,૨૮,૨૪૦), ઇટાલી (૧,૨૭,૨૭૦), રશિયા (૧,૨૭,૨૦૬) અને ફ્રાન્સ (૧,૧૦,૯૦૦) માં ૧,૦૦,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

Related posts

નાસા પ્રથમ અવાજરહિત સુપર સોનિક પ્રવાસી વિમાન બનાવશે

aapnugujarat

२० लाख से अधिक मुस्लिमों ने हज यात्रा की शुरुआत की

aapnugujarat

બ્રેક્ઝિટ વિવાદથી વડાપ્રધાન પદને જોખમ, આખરે પીએમ થેરેસા મેની રાજીનામાની ઘોષણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1