Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંતાનની લાલચમાં પતિએ પત્નીને તાંત્રિકના હવાલે કરી

ઉત્તર પ્રદેશના મેરઠમાં સંતાનની લાલચમાં એક પતિએ શરમજનક કૃત્ય કર્યું હતું. પતિએ પોતાની પત્નીને એક તાંત્રિકના હવાલે કરી દીધી હતી. મંત્ર-તંત્ર દ્વારા બધુ બરાબર કરી દેવાનું કહીને તાંત્રિકે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં મહિલાએ પતિએ અને તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે પતિ અને તાંત્રિકની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. આ બનાવ મેરઠના દિલ્હી ગેટ ક્ષેત્રના પૂર્વ ફૈયાઝ અલીનો છે. અહીં બે વર્ષ પહેલા તાહિરના નિકાહ થયા હતા. બે વર્ષ સુધી સંતાન ન થવા પર તાહિર અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જે બાદમાં તાહિરે તેના મિત્ર ઇસ્માઇલને આ અંગે જણાવ્યું હતું. ઇસ્માઇલ વ્યવસાયે તાંત્રિક છે. આથી તાહિર તેના મિત્ર એવા તાંત્રિકની મદદથી વિધિ કરીને સંતાન પ્રાપ્તિના સપના જાેવા લાગ્યો હતો. સંતાન સુખ માટે તાહિરે તેની પત્નીને તાંત્રિક પાસે જવા માટે મનાવી લીધી હતી. જે બાદમાં તાંત્રિકે પોતાના ઘરે તાંત્રિક વિધિ કરવાનો ઢોંગ કર્યો હતો. મહિલાનો આરોપ છે કે તાંત્રિકે તંત્ર-મંત્રનો ઢોંગ કરીને બળાત્કારને અંજામ આપ્યો હતો. દુષ્કર્મ વખતે પત્નીએ તેના પતિને બચાવવા માટે બૂમો પણ પાડી હતી, પરંતુ બેશરમ પતિ ચૂપચાપ બધુ જાેઈ રહ્યો હતો. તાંત્રિકના આવા કૃત્યમાં પતિની સહમતિ હતી. જે બાદમાં મહિલાએ બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા હકીકત સામે આવી હતી. આ મામલે પોલીસે આરોપી તાંત્રિક અને પતિની ધરપકડ કરીને બંનેને જેલમાં મોકલી દીધા હતા.

Related posts

Ayodhya dispute : SC seeks report from mediation panel till July 25

aapnugujarat

CM Reddy cancels Chandrababu Naidu’s order by allowing CBI to investigate in AP

aapnugujarat

उत्तराखंड के मुनस्यारी में कार नदी में गिरी, 3 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1