Aapnu Gujarat
ગુજરાત

ગીર-સોમનાથના નેશ વિસ્તારમાં સિમેન્ટના પતરાનું વિતરણ કરાયુ

માલદેભાઇ ગોહેલ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવેલ માલધારીઓના નેસમાં તોકતે વાવાઝોડાના કારણે વ્યાપક નુકશાન થયેલ છે. નેસમાં રહેતા માલધારીઓને સહાયરૂપ થવા અનેક સંસ્થાઓ આગળ આવી છે. વિવેકાનંદ રીસર્ચ એન્ડ ટ્રેડીંગ સેન્ટર, ભાવનગર તરફથી ૫૫૦ નંગ સિમેન્ટના પતરા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૮૦૦ નંગ સિમેન્ટના પતરાનું વિતરણ જંગલ વિસ્તારમાં આવેલ ૨૪ નેશમાં વસતા માલધારીઓને ગીરગઢડા મામલતદારશ્રી કોરડીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.
        ધુડ જીંજવા નેશના માલધારી આગેવાન શ્રી નનાભાઇ વાંઘિયાએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા કેશડોલ્સ તાત્કાલિક ચુકવી આપેલ છે. તેમજ નેશને થયેલ નુકશાનીનો સર્વે કરવામાં આવ્યો છે. અનેક સામાજીક સંસ્થાઓ સહાયરૂપ બની છે. સંસ્થાના યોગેશ ત્રીવેદી, રામાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સિવિલમાં રૂપાણી પ્રસુતા વોર્ડમાં માતાઓને મળ્યાં

aapnugujarat

गुजरात HC जज कुरैशी की नियुक्ति मामले में केंद्र ने सर्वोच्च न्यायलय से मांगा समय

aapnugujarat

ધોળકા ખાતે અટલજીની શોકસભા યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1