Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચિરાગ પાસવાનની એલજેપી અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી

લોક જનશક્તિ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મંગળવારે સંસદીય દળના નેતા પશુપતિ કુમાર પારસના નિવાસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્વસંમત્તિથી ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને સૂરજભાન સિંહને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને તે નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે ૫ દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક હોલાવે. પાર્ટી પર પોતાનો પ્રભાવ બનાવી રાખવાના પ્રયાસ હેઠળ ચિરાગ પાસવાન સોમવારે જ્યારે દિલ્હીમાં પોતાના કાકા પશુપતિ કુમાર પારસના ઘરે પહોંચ્યા હતા ત્યારે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તે એક પ્રસ્તાવ લઈને આવ્યા હતા જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે તેમના રાજીનામાની રજૂઆતની સાથે તેમના માતા રીના પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ સામેલ હતી.
પરંતુ પોતાના કાકાએ તેમને ઘરના ગેટની બહાર ૨૦ મિનિટ સુધી રાહ જાેવડાવી અને ત્યારબાદ આશરે ૧.૩૦ કલાક ત્યાં રહ્યા બાદ પણ કાકા સાથે મુલાકાત થઈ શકી નહીં. મહત્વનું છે કે પશુપતિ કુમાર પારસને ચિરાગને છોડી પાર્ટીના અન્ય પાંચ સાંસદોનું સમર્થન હાસિલ હોવાને કારણે તેઓ મજબૂત છે. તેઓ પાર્ટી પર કબજાે કરવા માંગે છે. ચિરાગનો પિતરાઈ ભાઈ પ્રિન્સ રાજ પણ હાલ કાકાની સાથે છે. તેવામાં ચિરાગ પાર્ટીમાં એકલા પડી ગયા છે.
ચિરાગ પાસવાને જૂનો પત્ર ટિ્‌વટર પર કર્યો શેર
આ દરમિયાન ચિરાગે પોતાના કાકા પશુપતિ પારસને ૨૯ માર્ચ ૨૦૨૧ના લખેલો એક પત્ર જાહેર કરી દીધો છે. આ પત્રમાં તેમણે સ્પષ્ટ લખ્યુ છે કે, ૨૦૧૯માં રામચંદ્ર કાકાના નિધન બાદથી તમારામાં ફેરફાર જાેવા મળ્યો જે આજ સુધી જાેઈ રહ્યો છું. કાકાના નિધન બાદ પ્રિન્સની જવાબદારી કાકીએ મને આપી અને કહ્યું કે, આજથી હું પ્રિન્સના પિતા સમાન છું. પ્રિન્સને આગળ વધારવા માટે તેને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મેં આપી. બધા લોકો આ ર્નિણયથી ખુશ હતા પરંતુ મને ત્યારે દુખ થયું જ્યારે તમે આ ર્નિણયના વિરોધમાં નારાજ થઈ ગયા અને તમે પ્રિન્સને મળેલી નવી જવાબદારી માટે શુભેચ્છા આપવાનું પણ યોગ્ય સમજ્યું નહીં.
આ પહેલા રવિવારે મોડી સાંજે પાંચ સાંસદોએ પશુપતિ પારસને પોતાના નેતા ચૂંટી લીધા હતા. પારસ હાજીપુરથી સાંસદ છે. આ સિવાય તેમની સાથે ચૌધરી મહબૂબ, અલી કૈશર, વીણા સિંહ, સૂરજભાનના ભાઈ સાંસદ ચંદન સિંહ અને રામચન્દ્ર પાસવાનના પુત્ર પ્રિન્સ રાજ છે. પારસના ભત્રીજા પ્રિન્સ બિહાર લોજપાના અધ્યક્ષ પણ છે. બધા સાંસદોએ પારસને પોતાના નેતા પસંદ કર્યા બાદ રવિવારે રાત્રે લોકસભા અધ્યક્ષને પત્ર સોંપવામાં આવ્યો હતો. સોમવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ તેમને માન્યતા આપી દીધી હતી. હવે જાેવાનું તે રહેશે કે કાકાના આ ર્નિણય બાદ ચિરાગ પાસવાન આગળ શું કરે છે.

Related posts

राहुल को अच्छा लगने के लिए नहीं हटाया हैं आर्टिकल ३७० : जितेंद्र सिंह

aapnugujarat

નાગપુરથી સરકાર ચાલતી નથી : મોહન ભાગવત

aapnugujarat

હોમવર્ક ન લાવેલી બાળકીને ૧૬૮ લાફા માર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1