Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇઝરાઇલમાં નેતન્યાહૂનું શાસન ખત્મ

નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ ૧૨ વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા બેન્જામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો છે. સંસદમાં બહુમત મેળવ્યા બાદ દક્ષિણપંથી યામિના પાર્ટીના ૪૯ વર્ષીય નેતા બેનેટે રવિવારે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ છેલ્લા ૨ વર્ષમાં ૪ વખત ચૂંટણી યોજાયા બાદ ઉત્પન્ન થયેલા રાજકીય સંકટનું પણ સમાધાન થઈ ગયું છે.
નવી સરકારની પૃષ્ટિ માટે ઈઝરાયલની સંસદ ‘નેસેટ’માં ભારે હંગામો થયો હતો. સત્ર શરૂ થયું ત્યારે પીએમ નફ્તાલી બેનેટ સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી. તેમના ભાષણ દરમિયાન વિપક્ષી નેતાઓએ બૂમાબૂમ કરી હતી અને ગુનેગાર, જૂઠા વગેરે શબ્દોનો પ્રયોગ કર્યો હતો. નવી સરકારમાં સહયોગી પાર્ટીના નેતા લૈપિડે તો ભાષણ જ છોડી દીધું હતું અને ધક્કા મુક્કીની ઘટનાને લોકશાહી માટે શરમજનક ગણાવી હતી.
ઈઝરાયલની નવી સરકારમાં ૨૭ મંત્રીઓ છે જેમાંથી ૯ મહિલાઓ છે. ૧૨૦ સદસ્યો ધરાવતા સદનમાં બેનેટ ૬૧ સાંસદો સાથે મામૂલી બહુમત ધરાવતી સરકારનું નેતૃત્વ કરશે. સંસદમાં સંબોધન દરમિયાન બેનેટે પોતાની સરકારના મંત્રીઓના નામોની જાહેરાત કરી હતી અને તે સમયે ૭૧ વર્ષીય નેતન્યાહૂના સમર્થકોએ અડચણ પણ ઉભી કરી હતી. પ્રતિદ્વંદી પાર્ટીના સાંસદોના હોબાળા વચ્ચે બેનેટે તેઓ વિભિન્ન વિચાર ધરાવતા લોકો સાથે કામ કરી શકશે તેનો ગર્વ વ્યક્ત કર્યો હતો.
બેનેટે જણાવ્યું કે, આ નિર્ણાયક સમયે તેઓ આ જવાબદારી ઉઠાવી રહ્યા છે. આ સરકાર સિવાય બસ આ જ વિકલ્પ હતો કે વધુ ચૂંટણી કરાવવામાં આવે જેનાથી નફરત ફેલાતી અને દેશ પર અસર પડેત.
સત્તારૂઢ ગઠબંધનમાં સામેલ ૮ નાના-નાના દળ નેતન્યાહૂનો વિરોધ કરવા અને નવેસરથી ચૂંટણીના વિરોધમાં એકજૂથ તો થયા છે પરંતુ આ દળ બહુ ઓછા મુદ્દે આંતરિક સહમતિ ધરાવે છે. આ તરફ ભ્રષ્ટાચાર કેસમાં ફસાયેલા નેતન્યાહૂ હજુ પણ સંસદમાં સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ નવી સરકારનો પૂરજાેશમાં વિરોધ કરશે. આ સંજાેગોમાં જાે સત્તારૂઢ ગઠબંધનમાં સામેલ એક પણ દળ પીછેહઠ કરશે તો નવી સરકાર પોતાની બહુમતી ગુમાવી દેશે અને સરકાર પડવાનું જાેખમ સર્જાશે. જાે તેમ બનશે તો નેતન્યાહૂને સત્તામાં પાછા ફરવાની તક મળી શકે છે. ઈઝરાયલની સંસદ ‘નેસેટ’માં ૧૨૦ સદસ્ય છે. તેવામાં ઓછામાં ઓછા ૬૧ મતના બહુમતથી સરકાર બની જશે.

Related posts

US top Senator John Cornyn said- India is the most important friend and partner of America

aapnugujarat

Sri Lanka govt to introduce 5-year jail terms for spreading fake news, hate speech

aapnugujarat

ચાબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતે સંભાળી, પાક અને ચીનને ઝાટકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1