Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાષ્ટ્રનાં ઉત્કર્ષ માટે જ : અનુસુચિત જાતિના લોકો દેશહિતને નુકશાન કરી રહ્યાં છે

રાષ્ટ્રનાં ઉત્કર્ષ માટે જ
રાષ્ટ્રની ઈજ્જત-આબરૂ, વૈભવ અને તેનો વ્યાપ વધારવા માટે જો યુદ્ધ કરવાનો પ્રસંગ આવી જા પડે તો તે ટાળવાની કોશિશ કરવા કરતાં તેને એક મહાન પર્વ સમજીને રાષ્ટ્રને ઉત્કર્ષ માટે બધાએ યુદ્ધમાં જોડાઈને પાવન થવું જોઈએ; ભલેને પછી તે યુદ્ધમાં અગણિત કરોડ ધન નાશ પામે. રાષ્ટ્રની બધી જ દૈવી સંપત્તિનો વિનાશ થાય તોયે કોઈ વાંધો નથી. પરંતુ ‘‘યુદ્ધસ્ય કથા રમ્યઃ’’એ દૃષ્ટિએ આ બધું જ ઠીક છે. યુદ્ધમાં પાશવી શક્તિનો ઉપયોગ કરવામાં આવવાથી થયેલા ઘોર પરિણામ જેઓએ જોયાં છે, સાંભળ્યાં છે કે અનુભવ્યા છે તે બધા જ લોકો માટે યુદ્ધ એ મનુષ્ય માત્ર ઉપરની કેટલી મોટી ભયંકર આપત્તિ છે એ કહેવાની જરૂર નથી. જગતમાં ક્યાંય પણ પાશવી શક્તિ અને યુદ્ધ એ સારી વાત છે એવું કહેનાર એકપણ સમજુ માણસ જડશે નહીં.
(સંપાદકીય, જનતા સાપ્તાહિક : ૧૦ ઓગસ્ટ, ૧૯૪૦)

અનુસિચિત જાતિના લોકો દેશહિતને નુકસાન કરી રહ્યા છે
કૉંગ્રેસના મોટાભાગના લોકો શું કહે છે ? એ કહે છે અનુસુચિત જાતિના લોકો દેશહિતને નુકસાન કરી રહ્યા છે. હું આ દેશના મહાન વ્યક્તિઓ જેવા કે ગાંધીજી, સર તેજબહાદુર સપ્રુ સાથે બેઠો છું. ભારતીય રાજનીતિમાં ટોચ પર હોય એવા બીજા ઘણાં નામ ગણાવી શકું છું. પરંતુ મને ગર્વ છે કે ગોળમેજી પરિષદમાં જ્યારે પણ કોઈ ભારતીય પ્રજાના કહેવાતા દેશભક્તો, સજ્જનો કરતાં હું ઘણે જ આગળ હતો.
(મદ્રાસ, ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૪, વિવિધ અનુસુચિત જાતિના સંગઠનોએ સન્માન કર્યું તેના જવાબમાં)
સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

ભાજપ સામે પ.બંગાળમાં કેસરિયો લહેરાવવાનો પડકાર

aapnugujarat

૨૦૧૯ની ચૂંટણી સત્તા મેળવવા માટે જોડતોડ પર આધારિત હશે

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1