Aapnu Gujarat
મનોરંજન

મંદાના કરીમી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈ પરેશાન

પોતાના બિઝનેસમેન પતિ ગૌરવ ગુપ્તા અને પરિવારના અન્ય સભ્યો સામે સ્થાનિક હિંસા અને મારામારીનો કેસ દાખલ કર્યા બાદ સતત મુંબઇ કોર્ટના ચક્કર ખાઇ રહેલી મંદાના કરીમી માટે દિવસો ખુબ મુશ્કેલરૂપ બની ગયા છે. તેની પાસે હવ કોઇ નવુ કામ પણ આવી રહ્યુ નથી. તે નવેસરના વિવાદમાં મુકાઇ ગઇ છે. ઇરાનિયન મોડેલમાંથી અભિનેત્રી બનેલી અને શ્રેણીબદ્ધ સારી ફિલ્મોમાં કામ કરી ચુકેલી મંદાનાને કોઇ ફિલ્મ પણ હવે હાથ લાગી રહી નથી. જાણકાર લોકોએ વિગત આપતા કહ્યુ છે કે હવે એકતા કપુર પણ તેને મદદ કરવા ંમાટે તૈયાર દેખાઇ રહી નથી. હાલમાં કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે તે હાજર થઇ ત્યારે એવી રજૂઆત કરી હતી કે તેની સાથે સંબંધિત મામલામા તપાસ ઝડપથી આગળ વધારી દેવામાં આવે, કારણ કે તે ભારતમાં લાંબા સમય સુધી રોકાવવાની સ્થિતીમાં નથી. વર્ષ ૨૦૧૫માં બિગ બોસ૦૯ મારફતે લોકપ્રિય થયા બાદ તે ભાગ જહોની ભાગ, ક્યાં કુલ હે હમ-૩ જેવી ફિલ્મોમાં નજરે પડી હતી. અર્જુન રામપાલ અને જેક્લીન અભિનિત રોય ફિલ્મમાં તે ટુંકા રોલમાં દેખાઇ હતી. તેની પાસે હાલમાં કોઇ ફિલ્મ કે અન્ય કોઇ કામ આવી રહ્યુ નથી. છેલ્લા થોડાક સપ્તાહથી તે સતત કામ શોધી રહી છે પરંતુ તેની પાસે કોઇ કામ આવી રહ્યુ નથી. મંદનાએ તેના પ્રેમી અને કારોબારી ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા બાદ એકપછી એક મુશ્કેલીનો સામનો કરી રહી છે. કારણ કે ગૌરવના પરિવારના લોકો તેને સ્વીકાર કરવા માટે તૈયાર દેખાઇ રહ્યા નથી. તેની કેરિયર ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે.

Related posts

બાળકોને આનંદ આવે એવી ફિલ્મ કરીશ : સોનાક્ષી સિંહા

aapnugujarat

સુશાંત સિંહ ડ્રગ કેસ સાથે જોડાયેલો ડ્રગ સપ્લાયર કૈલાશ રાજપૂત લંડનમાં નજરકેદ

aapnugujarat

સુશાંતની સાથે ચંદા મામા દુર કેમાં શ્રદ્ધા નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1