Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો

સરકારી ઓઇલ કંપનીઓ આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે. ઘર આંગણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર ક્રમશઃ ૨૬ અને ૨૯ પૈસા મોંઘુ થયું છે. પેટ્રોલ-ડિઝલના ભાવ સોમવારે સ્થિર હતા. જાે કે રવિવારના રોજ ભાવમાં વધારો થયો હતો.
ગુજરાતના મુખ્ય શહેરોમાં પ્રતિ લિટર ભાવની વાત કરીએ તો સુરતમાં પેટ્રોલ રૂ.૯૦.૫૪ અને ડિઝલ રૂ.૯૦.૮૮, અમદાવાદમાં પેટ્રોલ રૂ.૯૦.૫૪ અને ડિઝલ રૂ.૯૦.૮૭, વડોદરામાં પેટ્રોલ રૂ.૯૦.૨૪ અને ડિઝલ રૂ.૯૦.૫૭ તેમજ રાજકોટમાં પેટ્રોલ રૂ.૯૦.૨૪ અને ડિઝલ રૂ.૯૦.૫૮નું છે. મે મહિનામાં અત્યાર સુધીમાં કુલ ૧૩ દિવસ ભાવ વધી ચૂકયા છે. પેટ્રોલ-ડિઝલના ભાવ રેકોર્ડ સપાટી પર છે. મુંબઇમાં તો પેટ્રોલ ૧૦૦ની બિલકુલ નજીક પહોંચી ગયું છે. તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યોના કેટલાંય શહેરોમાં ભાવ આસમાને છે. અહીં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૧૦૦ને ક્રોસ કરી ગયા છે.
આપને જણાવી દઇએ કે પેટ્રોલ અને ડિઝલના ભાવ દરરોજ વિદેશી ચલણોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધાર પર અપડેટ થાય છે. રેટ રજૂ કરતા પહેલાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કરે છે અને ત્યારબાદ ભાવ નક્કી કરાય છે. તેની સાથે જ ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે તમામ શહેરોના પેટ્રોલ અને ડિઝલના ભાવની માહિતી આપે છે.

Related posts

સિક્કીમ મોરચે ચીને સેનાના તિબેટિયન યુવાનો તૈનાત કર્યા

editor

झारखंड में BJP नेता की हत्या

editor

ગલવાન હિંસા બાદ ચીનના બે વખત હુમલા ભારતે નાકામ કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1