Aapnu Gujarat
રાષ્ટ્રીય

બ્લેક ફંગસ અંગે વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના કોરોના સંકટને જોતા પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના ડૉક્ટરો સાથે સીધો સંવાદ કર્યો. ડૉક્ટરો સાથે વાત કરતા પીએમ મોદી ભાવુક થઈ ગયા. પીએમે કહ્યું કે, કોવિડની વિરુદ્ધ ચાલી રહેલી આ લડાઈમાં આપણે અનેક પોતાનાઓને ગુમાવી દીધા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “હું કાશીનો એક સેવક હોવાના નાતે પ્રત્યેક કાશીવાસીનો આભાર માનું છું. ખાસ કરીને આપણા ડૉક્ટર્સ, નર્સેસ અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓએ જે કામ કર્યું એ પ્રશંસનીય છે. આ વાયરસે અનેક આપણા પોતાનાઓને આપણાથી છીનવી લીધા છે, હું એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કોરોનાની બીજી લહેરમાં આપણે અનેક મોરચાઓ પર એક સાથે લડવું પડી રહ્યું છે. આ વખતે સંક્રમણ દર પણ પહેલાથી અનેક ઘણો વધારે છે, દર્દીઓએ વધારે દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડી રહ્યું છે. આનાથી આપણી સ્વાસ્થ્ય સીસ્ટમ પર દબાણ પડ્યો છે.” પીએમ મોદીએ વારાણસીના ડૉક્ટરો સાથે વાત કરતા કહ્યું કે, આપણે વારાણસીમાં કોવિડને કંટ્રોલ કરવામાં સફળતા મેળવી છે, પરંતુ અત્યારે ફોકસ વારાણસી અને પૂર્વાંચલના ગામોને બચાવવા પર થવું જોઇએ. પીએમ મોદીએ આ દરમિયાન નવો મંત્ર આપ્યો કે, હવે આપણે ‘જ્યાં બીમાર, ત્યાં ઉપચાર’ના મંત્રને ફૉલો કરવાનો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કોરોનાની બીજી લહેરમાં આપણે વેક્સિનની સુરક્ષાને પણ જોઇ છે. વેક્સિનની સુરક્ષાના કારણે ઘણી હદ સુધી આપણા ફ્રન્ટ લાઇન વર્કર્સ સુરક્ષિત રહીને લોકોની સેવા કરી શક્યા છે. આ સુરક્ષાકવચ આવનારા સમયમાં દરેક વ્યક્તિ સુધી પહોંચશે. આપણે આપણો વારો આવવા પર વેક્સિન લગાવવાની છે.” પીએમ મોદીએ કહ્યું કે, “વેક્સિનની તમામે જવાબદારી સમજવાની છે અને આને લગાવવાની છે. આપણી લડાઈ એક અદ્રશ્ય, રૂપ બદલનારા દુશ્મનની વિરુદ્ધ છે. આવામાં આપણે હંમેશા સતર્ક રહેવું પડશે.” પીએમ મોદીએ કહ્યું કે, બાળકોને બચાવવા જરૂરી છે અને આ તરફ પગલાં ઉઠાવવા જરૂરી છે.
પીએમ મોદીએ બ્લેક ફંગસનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, “આ બીમારીથી સતર્ક રહેવાનું છે અને એક્શન લેવાની છે. સંકટના આ સમયમાં જનતાની નારાજગી પણ સહન કરવી પડે છે, પરંતુ આપણે આપણા કામમાં લાગ્યા રહેવાનું છે અને તેમના દુઃખને ઓછું કરવાનું છે.” ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થાનિક સ્તરના અધિકારીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. વારાણસીના ડૉક્ટરોથી સંવાદથી પહેલા પીએમ મોદીએ ગત દિવસોમાં દેશના લગભગ ૧૦૦ જિલ્લાના ડીએમ સાથે સીધો સંવાદ કર્યો હતો.

Related posts

तुगलकाबाद में रविदास मंदिर का दोबारा निर्माण करवाए केंद्र सरकार

aapnugujarat

त्राल में जाकिर मूसा ग्रुप के तीन अलकायदा आतंकी ढेर

aapnugujarat

जेटली की हालत नाजुक, हाल जानने एम्स पहुंचे आडवाणी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1