Aapnu Gujarat
રમતગમત

દ્રવિડનાં માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાનાં પ્રવાસે જશે

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડેમીનાં હેડ રાહુલ દ્રવિડનાં માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાનાં પ્રવાસે જશે. જુલાઈ મહિનામાં ભારતીય ટીમ શ્રીલંકામાં ૩ વનડે અને ૩ ટી-૨૦ મેચની શ્રેણી રમશે. જેના માટે બીસીસીઆઇ નવી ટીમનું સિલેકશન કરશે. આ ટીમમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જઈ રહેલી ટીમનાં એકપણ ખેલાડીનો સમાવેશ કરવમાં આવશે નહીં.રાહુલ દ્રવિડ ભારત એ અને અંડર ૧૯ ટીમનાં કોચ રહી ચૂક્યા છે. તેવામાં દ્રવિડ જુલાઈમાં આયોજિત શ્રીલંકાની ટીમનાં હેડ કોચ બનશે, જોકે હજુ સુધી બીસીસીઆઇ એ આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી.
રાહુલ દ્રવિડ બીજીવાર ભારતીય ટીમ સાથે જોડાશે. આની પહેલા દ્રવિડ ૨૦૧૪માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમનાં બેટિંગ સલાહકાર બનીને ગયા હતા.ભારતીય ટીમનાં મુખ્ય કોચ રવી શાસ્ત્રી, બોલિંગ કોચ આર.એસ.શ્રીધર, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સહિત તમામ કોચિંગ સ્ટાફ ભારતીય ટેસ્ટ ટીમ સાથે ઈંગ્લેન્ડનાં પ્રવાસે જશે.તેવામાં ભારતીય યુવા ક્રિકેટરોને રાહુલ દ્રવિડ હેઠળ યોગ્ય માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે. તેઓ આની પહેવા ઈન્ડિયા એનાં પણ કેપ્ટન રહી ચૂક્યા હતા. જેથી આ ટીમમાંથી શ્રીલંકા પ્રવાસમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
રાહુલ દ્રવિડ ૨૦૧૫થી ૨૦૧૯ સુધી ભારતની અંડર-૧૯ અને ઈન્ડિયા એની ટીમના હેડ કોચ બની ચૂક્યા છે. તેમની કોચિંગ દ્વારા ભારતની અંડર ૧૯ ટીમ ૨૦૧૬માં વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. આ ટીમનો કેપ્ટન ઈશાન કિશન હતો અને જેમાં રિષભ પંત, વોશિંગ્ટન સુંદર અને ખલીલ અહેમદ પણ સામેલ હતા. ફાઈનલમાં ભારતીય ટીમને વેસ્ટઈન્ડિઝે પરાસ્ત કરી હતી.૨૦૧૮માં દ્રવિડની કોચિંગમાં અન્ડર ૧૯ ટીમ ચેમ્પિયન બની હતી. પૃથ્વી શૉ આ ટીમનો કેપ્ટન હતો, જેમાં શુભમન ગિલ, રિયાન પરાગ, અભિષેક શર્મા, કમલેશ નાગરકોટી, શિવમ માવી જેવા ખેલાડીઓ પણ ટીમનો ભાગ હતા.
ભારતીય ટીમ ૫ જુલાઈનાં રોજ શ્રીલંકા પહોંચશે. ત્યાર પછી ૩ વનડે મેચ રમશે. પ્રથમ મેચ ૧૩ જુલાઈ, બીજી ૧૬ અને ૧૯ જુલાઈનાં રોજ રમાશે. ત્યારપછી ૩ ટી-૨૦ શ્રેણીનું પણ આયોજન કરવામાં આવશે. જેની પ્રથમ મેચ ૨૨ જુલાઈ, બીજી ૨૪ અને ત્રીજી ૨૭ જુલાઈનાં રોજ રમાશે. આ દરેક મેચ શ્રીલંકાનાં પ્રમદાસા સ્ટેડિયમમાં યોજાશે.

Related posts

ગુજરાત લાયન્સને મળી ૧.૫ કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ

aapnugujarat

વર્લ્ડકપમાં પાંચ બેટ્‌સમેન પર રહેશે દુનિયાની નજર

aapnugujarat

उज्बेकिस्तान को हराकर भारत ने बनाई सेमीफाइनल में जगह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1