Aapnu Gujarat
બિઝનેસ

ફોર્ચ્યુને દુનિયાના ૫૦ મહાન લીડર્સમાં અદાર પૂનાવાલાને સ્થાન આપ્યું

કોરોના સામે જંગમાં રસી રૂપી હથિયાર આપનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના ૫૦ મહાન લીડર્સની સૂચિમાં સામેલ કર્યા છે. ખાસ વાત એ છે કે પૂનાવાલાને ટોપ ૧૦માં જગ્યા મળી છે. તેઓ ટોપ ૧૦માં આવનારા એકમાત્ર ભારતીય છે. ફોર્ચ્યુને નવી યાદી બહાર પાડી છે. જેમાં કોરોનાને સારી રીતે પહોંચી વળનારા ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ન પણ છે. ફોર્ચ્યુન મેગેઝીને યાદીમાં ન્યૂઝિલેન્ડના પ્રધાનમંત્રી ત્નટ્ઠષ્ઠૈહઙ્ઘટ્ઠ છઙ્ઘિીહિને પહેલું સ્થાન મળ્યું છે. ફોર્ચ્યુને કોરોના મહામારીને પહોંચી વળવા માટે તેમના દ્વારા લેવાયેલા પગલાના વખાણ કર્યા છે. બીજા નંબર પર કોરોના રસીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા દ્બઇદ્ગછ ર્ૈઁહીીજિ અને ત્રીજા નંબરે ઁટ્ઠઅઁટ્ઠઙ્મ ના અધ્યક્ષ અને સીઈઓ ડેનિયલ એચ શુલમેન છે. અદાર પૂનાવાલા માટે ફોર્ચ્યુન મેગેઝીને લખ્યું છે કે પૂનાવાલાને વૈશ્વિક કોરોના મહામારી ખતમ કરવાની દિશામાં રસી ઉપલબ્ધ કરાવવા માટે ઓળખવામાં આવે છે. પૂનાવાલા ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખ છે. જે દુનિયાની સૌથી મોટી રસી નિર્માતા કંપની છે. પૂનાવાલીની કંપની વૈશ્વિક રસી ઈક્વિટીમાં પણ પ્રદાન કરી રહી છે. જેનાથી ઈન્ફ્લૂએન્ઝા, ઓરી, અને ટિટનસ જેવી બીમારીઓ સામે લડવા માટે ઓછા ખર્ચે રસી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Related posts

લક્ષ્યથી ચાર વર્ષ પહેલાં જ ભારતે ઉત્પન્ન કરી રેકોર્ડબ્રેક સોલર એનર્જી

aapnugujarat

ઇ ટ્યુરિસ્ટ વિઝાથી ૧૪૦૦ કરોડની જંગી આવક થઇ છે : રિપોર્ટ

aapnugujarat

૧૦ પૈકીની ૭ કંપનીની મૂડી ૩૨૨૯૮ કરોડ રૂપિયા ઘટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1